Rain Update: મધ્ય ગુજરાતમાં પણ મેઘતાંડવ, ભારે વરસાદના કારણે શાળામાં રજા જાહેર
દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે છોટા ઉદેપુરમાં રજા જાહેર કરવામાં આવી છે.
Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ આફતરૂપ બની રહ્યો છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં છોટાઉદેપુર,નસવાડી,સંખેડા,બોડેલી,જેતપુર પાવી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે.
ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં શાળાએ પહોંચેલા બાળકોને પણ ઘરે પરત મોકલી દેવાયા છે. છોટાઉદેપુરમાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક સોસાયટીમાં ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી ઘુસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
પાવી જેતપુરમાં સાડા છ ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે. તો બોડેલીમાં પણ મૂશળધાર વરસાદના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ છે અહીં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. બોડેલી 4 ઈંચ
પાવી જેતુપર 6 ઈંચ,જાંબુઘોડા 2 ઈંચ,શિનોર 2 ઈંચ,ડભોઈ 1.25 ઈંચ,સંખેડા 1.25 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, વરસાદે ચોથા રાઉન્ડની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં પણ જળબંબાકાર કરી દીધા છે. આ બધાની વચ્ચે હવે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ થવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં ગઇકાલેથી વરસાદી માહોલ છે, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના મુખ્ય મથક આહવા પાસે આવેલા શીવગઢમાં વરસાદનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ છે.ભારે વરસાદથી મુખ્ય મથક આહવાથી 4 કિલોમીટર દૂર આવેલો છે શિવઘાટમાં પાણી ભરાયા છે, અહીં પાણીનો પ્રવાહ વધતા અનેક માર્ગો બંધ કરાયા છે. આ બધાની વચ્ચે સાપુતારાથી આહવા જતા માર્ગ ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં ખાબક્યો 12 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં વરસ્યો 11 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના સુબિરમાં વરસ્યો આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં વરસ્યો આઠ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં વરસ્યો સાડા સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સાડા સાત ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં સવા છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં સાડા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પાંચ ઈંચ વરસાદ