Gujarat Rain: જૂનાગઢ જિલ્લામાં વરસાદે બોલાવી બઘડાટી, અનેક ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain: જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જૂનાગઢ કલેકટર કચેરી નજીકના વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
Gujarat Rain: જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. જૂનાગઢ કલેકટર કચેરી નજીકના વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સત્વરે સમસ્યાના સમાધાનનું વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. હાલ જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
જુનાગઢ રાજકોટ માર્ગ પર પાણી ભરાયા છે. સાબલપુર દોલતપરા વચ્ચે પાણી ભરાયા છે.મુખ્ય માર્ગ પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વંથલી તાલુકાના રવનીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નવા પ્લોટ વિસ્તારમાં વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રવની સહીત આજુબાજુ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ભારે વરસાદને પગલે જૂનાગઢ -માણાવદરનો જીવા દોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક થતા માણાવદર પંથકનો પાણીનો પ્રશ્ન હલ થશે. માણાવદર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદના કારણે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.
જુનાગઢના માંગરોળ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. દરીયાઇ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંગરોળના દરીયા કાંઠાના વિસ્તારોમાં વરસાદથી નદી નાળા છલકાયા છે. શેરીયાઝ, શાપર, મકતુપુર, રહીજ, લોજ ગોરેજ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાયા છે જેના કારણે મગફળીના પાકમાં નુકસાની થાય તેવી શક્યતા છે. છેલ્લા બે કલાકમાં માંગરોળમાં અને કેશોદમાં વરસાદ પડી રહ્યો છે.
વંથલીમાં અને માળીયામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મેંદરડા તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. મહદ અંશે સમગ્ર જીલ્લામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વિસાવદર પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. કયાક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ યથાવત છે. વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાજડી, ખંભાળિયા, વિરપુર, ઉમરાળા, રૂપાવટી, ઈશ્ચરીયા, શીરવાણીયા, છાલડા, વિછાવડ, ચાવંડ, લેરીયા સહિતના ગ્રામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી 24 કલાક વરસાદનું અનુમાન
રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજું આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે..
આગામી 24 કલાક કયાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે, કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદનો પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જામનગર, દ્વારકા ,સોમનાથ મોરબી રાજકોટ, પોરબંદરમાં અમરેલી,સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિત ભારે વરસાદની આગાહી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ,મહેસાણા,મોડાસા હિંમતનગર સહિત ભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે બે દિવસ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial