દ્વારકામાં જગતમંદિર પાસે બે આખલા વચ્ચે લડાઈ, એક આખલો બાઈકના વ્હીલમાં ફસાયો, જુઓ વિડીયો
Dwarka News : આખલા સામસામે આવી જતા રસ્તા પર જાણે કે કરફયુ લાગ્યું હોય એમ લોકોની અવરજવર થોડી વાર માટે બંધ થઇ ગઈ હતી.
Dwarka : દ્વારાકામાં બે આખલા વચ્ચે લડાઈ થઇ, જો કે આખલાની આ લડાઈ એક કારણથી વિચિત્ર બની ગઈ. દ્વારકામાં મંદિર ચોક પાસે પૂર્વ દરવાજા નજીક જાહેર માર્ગ પર બે આખલાની લડાઈ થઇ. આખલા સામસામે આવી જતા રસ્તા પર જાણે કે કરફયુ લાગ્યું હોય એમ લોકોની અવરજવર થોડી વાર માટે બંધ થઇ ગઈ હતી. ત્યાંથી પસાર થતા અનેક પ્રવાસીઓ અને યાત્રાળુઓને હેરાનગતિ સાથે ભયનો અનુભવ થયો હતો.
સમી સાંજે બે આખલા વચ્ચેની લડાઈમાં એક વિચિત્ર ઘટના એની કે એક આખલો બાઈકના વ્હીલમાં ફસાઈ ગયો હતો. બાજુમાં રહેલા TRB જવાન અને સ્થાનિકોએ મહામહેનતે બાઈકના વ્હીલમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો. જગત મંદિર તરફ જતા માર્ગ પર આખલાની લડાઈથી અનેક દુકાનો પણ બંધ થઇ ગઈ હતી. દ્વારકા આવતા પ્રવાસીઓ જાહેરમાં આખલાની લડાઈથી છુટકારો ઇચ્છે છે. જુઓ આખલાની લડાઈનો આ વિડીયો -
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે 16 જુલાઈએ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 777 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 626 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. રાજકોટમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 626 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 777 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 306 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 75, મહેસાણા 44, વડોદરા કોર્પોરેશન 43, સુરત 38, પાટણ 33, ગાંધીનગર કોર્પોરેશમાં 26, ગાંધીનગર 22, રાજકોટ કોર્પોરેશનમાં 22, ભાવનગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા છે.