શોધખોળ કરો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

અંબાલાલ પટેલ
1/7

ગાંધીનગર: રાજ્યમાં ઠંડીના ચમકારાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડી યથાવત રહેશે, ઉત્તર ગુજરાતમાં 9 ડીગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડીગ્રી રહે તેવી અનુમાન વ્યક્ત કર્યું છે. સુરતના ભાગોમાં પણ 9 ડીગ્રી ન્યૂનતમ તાપમાનની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
2/7

મહેસાણા, જૂનાગઢના ભાગોમાં 10થી 15 ડીગ્રી ન્યૂનતમ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા છે.
3/7

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17 ડિસેમ્બરથી મહત્તમ તપામનમાં વધારો થઈ શકે છે. મહેસાણા, સાબરકાંઠાના ભાગોમાં 26થી 27 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
4/7

ન્યૂનતમ તાપમાન વધવાથી જામનગરના ભાગોમાં ઠંડી વધી શકે છે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનાવની શકયતા છે. આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે.
5/7

આ સિસ્ટમથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે. 16થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે.
6/7

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. 4 અને 5 જાન્યુઆરી દરમિયાન ઠંડા પવનો ફૂંકાશે. જાન્યુઆરી 6,7,8માં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે.
7/7

રાજ્યમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. કચ્છમાં જોરદાર ઠંડી પડી રહી છે. નલિયામાં તાપમાનનો પાર સિંગલ ડિજિટમાં આવી ગયો છે.
Published at : 11 Dec 2024 06:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
