શોધખોળ કરો
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

પ્રતિકાત્મક તસવીર
1/6

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીમાં વધારો થશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. તાપમાન ઘટવાની શક્યતાથી ઠંડીમાં વધારો થશે. અમદાવાદમાં 15થી 16 ડીગ્રી લઘુતમ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2/6

ગુજરાતમાં ડીસેમ્બરમાં કોલ્ડવેવની શક્યતા ઓછી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રી ઘટાડો થશે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે.
3/6

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.
4/6

કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.
5/6

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે. 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે. તેમજ મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.
6/6

ગુજરાતમાં 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો ગગડે તેવી આગાહી કરવામાં આવી છે.
Published at : 06 Dec 2024 12:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
