કચ્છમાં ફરી ભૂકંપના આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ
કચ્છ: કચ્છના ગઢશીશામાં ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકો બપોરે 12:05 મિનિટે આવ્યો હતો.

કચ્છ: કચ્છના ગઢશીશામાં ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે. આ આંચકો બપોરે 12:05 મિનિટે આવ્યો હતો. જેની તિવ્રતા 3.0ની હોવાની વાત સામે આવી છે. જો કે ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલને નુકશાન થયું નથી.
ગીર સોમનાથના તલાલામાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
ગીર સોમનાથ: કાળઝાળ ગરમીની વચ્ચે ગઈ કાલે ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. જૂનાગઢના દેવળિયામાં પણ ગઈકાલે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 2568 નવા કેસ આવ્યા
Covid Cases in India: કોરોના વાયરસની વધતી જતી ઝડપે એક નવી લહેરનું સંકટ ઉભું કર્યું છે. મંગળવારે દેશમાં કોરોનાના અઢી હજારથી વધુ કેસ નોંધાયા છે. જો કે, એક રાહતના સમાચાર એ પણ છે કે આ કેસ ગઈકાલ કરતા ઓછા છે. દેશમાં 18.7 ટકા કેસ ઘટ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2568 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 18.7 ટકા ઓછા છે. પરંતુ કોરોનાથી 20 નવા લોકોએ જીવ ગુમાવ્યા છે.
તાજેતરના આંકડા શું કહે છે
તાજેતરના આંકડા અનુસાર, સૌથી વધુ દર્દીઓ દિલ્હીમાં સામે આવ્યા છે. તે પછી બીજા રાજ્યો આવે છે. દિલ્હીમાં સૌથી વધુ 1076 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે હરિયાણામાં 439 દર્દીઓ મળી આવ્યા છે. હરિયાણા દિલ્હીને અડીને આવેલું છે. તે જ સમયે, કેરળમાં 250 નવા દર્દીઓ સામે આવ્યા છે અને જો આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ, જે દેશના સૌથી મોટા રાજ્ય છે, તો ત્યાં ફક્ત 193 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 111 નવા દર્દીઓ મળી આવ્યા છે. કોવિડના નવા કેસોમાં 80.58 ટકા કેસ આ રાજ્યોમાંથી આવ્યા છે. એકલા દિલ્હીનો હિસ્સો 41.9 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં 5,23,889 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.





















