ખંભાતમાં પથ્થરમારામાં વૃદ્ધનું મોત, હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા, જય જય શ્રીરામના લાગ્યા નારા
ખંભાતમાં પથ્થરમારાથી મૃત્યુ પામનાર કનૈયાલાલ રાણાની અંતિમ યાત્રા નીકળી હતી. અઢી કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. જય જય શ્રી રામના નારા લાગ્યા હતા.
ખંભાતમાં પથ્થરમારાથી મૃત્યુ પામનાર કનૈયાલાલ રાણાની અંતિમ યાત્રા નીકળી હતી. અઢી કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. જય જય શ્રી રામના નારા લાગ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારી અને એસઆરપીના કાફલા સાથે અંતિમ યાત્રા નીકળી હતી. એસ.પી અજિત રાજીયણને નિવેદન આપતા કહ્યું કે વહેલી તકે હત્યાની તપાસ કરી ચાર્જશીટ કરાશે. સાયોગીક પુરાવા, પ્રત્યદર્શીના નિવેદન અને સીસીટીવીની તપાસ કરાશે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ખંભાતના કનૈયાલાલ રાણાનું મોત નીપજ્યું હતું. જેમની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ અંતિમયાત્રામાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. બનાવના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મૃતકના પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. કનૈયાલાલના પુત્ર સહિત પરિવારે તટસ્થ ન્યાયની રજૂઆત કરી. પોલીસે આરોપીઓને સજા કરાવવાની હૈયા ધારણ આપી છે. મૃતકના ઘરની બહાર SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાનું ષડયંત્ર રચનારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના પ્રયાસની ધારા લગાવી ત્રણ ષડયંત્રકોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વોટ્સઅપ વીડિયો અને CCTV ફુટેજના આધારે અન્યની શોધખોળ હાથ ધરી છે. હાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નોંધનિય છે કે, રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા પર એક જૂથ દ્રારા પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યાર બાદ આમને સામને થયેલા પથ્થરમારામાં 10 પોલીસ કર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસમાં પીઆઈ અને ડીવાયએસપીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 2 દુકાનો અને 2 ઘરને આગ પણ ચાપવામાં આવી હતી.
તો બીજી તરફ ગૃહમંત્રીએ આ મામલે ડીજીપી આશિષ ભાટિયા સાથે મીટિંગ કરી હતી જેમાં સીઆરપીએફ, એસપી તથા આઈજી પોલીસ કાફલાની સુરક્ષા વધારવાની ચર્ચા કરી હતી. ખંભાત ડી.વાય એસપી, એસ.પી સાથે રેન્જ આઈજીની મિટિંગ યોજી હતી. અત્યાર સુધીમાં 9 લોકોની ઘરપકડ કરવામાં આવી છે.