(Source: ECI/ABP News/ABP Majha)
ABP-CVoter Exit Poll: ઉત્તર ગુજરાતમાં AAPનુું નહીં ખૂલે ખાતું ? જાણો ભાજપને કેટલી મળશે સીટ
Exit Poll: એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે.
ABP-CVoter Exit Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું તેમ છતા બીજેપી ફરી સરકાર બનાવશે. એક્ઝિટ પોલના આંકડા મુજબ, ઉત્તર ગુજરાતમાં આપનું ખાતું પણ નહીં ખૂલે એટલે કે એક પણ બેઠક નહીં મળે.
ઉત્તર ગુજરાતનો એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.
દક્ષિણ ગુજરાતની શું છે સ્થિતિ
એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર ùદક્ષિણ ગુજરાતની 35 પૈકી ભાજપને 26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે.
ગુજરાતમાં ભાજપને કેટલી સીટો મળશે
એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને 134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.
કોંગ્રેસને કેટલી બેઠકનું થશે નુકસાન
એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.