Exam: હવે ગુજરાતમાં આ પરીક્ષા રખાઇ મોકૂફ, 22 માર્ચે યોજાવાની હતી પરીક્ષા
Exam: હવે ગુજરાતમાં પણ એક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Exam: દેશમાં આગામી મહિનાથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે UPSCની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે ત્યારે હવે ગુજરાતમાં પણ એક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મળતી જાણકારી અનુસાર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી અધિકારી/ સિનિયર રીસર્ચ આસિસ્ટન્ટ અને તેની સમકક્ષ તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષની વર્ગ-3 જે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 22 માર્ચ 2024ના રોજ યોજાનારી હતી.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે વધુ માહિતી માટે અત્રેની યુનિવર્સિટીની વેબસાઈટ પર જણાવવામાં આવશે. જોકે હાલમાં પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
ચૂંટણી પંચે ગયા શુક્રવારે લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર કર્યો હતો. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે. જયારે યુપીએસસીની પરીક્ષા 26 મેથી શરૂ થવાની હતી. યુપીએસસીએ આ દરમિયાન લેવાનારી પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
નેશનલ મેડિકલ કમિશન (NMC) એ 23 જૂને નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) 2024 પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સાયન્સ (DGHS) અને મેડિકલ સાયન્સ માટે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન (NBEMS) સાથે મળીને આયોજિત બેઠકમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ઈન્ટર્નશીપની સમય મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પરીક્ષાની તારીખ પહેલાથી જ બદલાઈ ગઈ છે
અગાઉ આ પરીક્ષા 3 માર્ચે યોજાવાની હતી, પરંતુ કમિશનને સંભવિત ઉમેદવારો તરફથી ઘણી અરજીઓ મળ્યા બાદ તેને 7 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી હતી. સુધારેલા સમયપત્રક મુજબ, NMC 15 જુલાઈ સુધીમાં NEET PG 2024નું પરિણામ જાહેર કરશે. જ્યારે, NEET PG કાઉન્સેલિંગ 5મી ઓગસ્ટથી શરૂ થશે અને 10મી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.





















