શોધખોળ કરો

Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો

બનાસકાંઠાના ડીસા નજીક  ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18  લોકોના મોત થયા છે.

Key Events
Explosion at illegal fireworks factory in Deesa Banaskantha 18 people died  Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ
Source : તસવીર ABP અસ્મિતા

Background

Explosion at illegal fireworks factory : બનાસકાંઠાના ડીસા નજીક  ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં 18  લોકોના મોત થયા છે. ભીષણ આગમાં 18  શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 18 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે.

આ દુર્ઘટનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે.   બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.  

પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ  ધરાશાયી

આ ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહી રહ્યાં છે. આ ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું. પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ  ધરાશાયી થયો હતો.જેના કારણે કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.

સમગ્ર દુર્ધટનાને લઇને બનાસકાંઠાના સાંસદ ગેનીબેને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઘટનાને લઇને સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે. ડીસાની દુર્ઘટનાને લઈ ગેનીબેને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વહીવટી પ્રશાસનની ભૂલના કારણે દુર્ઘટના બની છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી થવી જોઇએ. મંજૂરી અપાય છે ત્યારે કેમ તમામ બાબતોને ધ્યાને નથી લેવાતી ? ઘટનાની જાણ થતાં  પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે.  સમગ્ર ધટનાને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણકારી મેળવી છે અને સત્વરે  સહાય માટે આદેશ આપ્યા છે.   

19:00 PM (IST)  •  01 Apr 2025

SITની   રચના કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થયેલા ફટાકડા  ગોડાઉનમાં  બ્લાસ્ટના કેસમાં  SITની   રચના કરવામાં આવી છે.  એક DySp અને બે PI, બે PSIનો  SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  ડીસાના ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઇ વી જી પ્રજાપતિ, પી આઈ એ.જી. રબારી , પીએસઆઈ એસ બી રાજગોર અને એન વી રહેવરનો એસઆઇટીમાં સમાવેશ કરાયો છે. 

16:55 PM (IST)  •  01 Apr 2025

કોલસા જેવા થઇ ગયા છે મૃતદેહો, ઓળખ કરવી મુશ્કેલ

હાલમાં મળતા અપડેટ પ્રમાણે, ડીસાની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 17 મૃતદેહો લવાયા છે, આગમાં સળગી જવાના કારણે તમામ મૃતદેહો બળીને ખાખ, કોલસા જેવા થઇ ગયા છે જેના કારણે પોસ્ટમોર્ટમ કરવું અને મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ગૉડાઉનમાં 23 લોકો હોવાની વાત પણ સામે આવી છે. ડીસા ફટાકડા ફેક્ટરીના ગૉડાઉનનો નફ્ફટ માલિક ફરાર દીપક ખુબચંદનો હજુ સુધી કોઇ અત્તોપત્તો નથી. આગ લાગ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. ફટાકડાની ફેક્ટરી પર નિરીક્ષણમાં બેદરકારી દાખવનારો અધિકારી સામે તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget