શોધખોળ કરો

કોરોનાના ડર વચ્ચે દેડિયાપાડામાં ઝડપાયો બોગસ ડોક્ટર, ડિગ્રી વિના કરી રહ્યો હતો લોકોની સારવાર

આરોગ્ય વિભાગે બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી મેડિકલ તપાસના સાધનો સહિતની સામગ્રી પણ જપ્ત કરી હતી.

નર્મદાઃ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આરોગ્ય વિભાગની ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આરોગ્ય વિભાગને જાણ થઇ હતી કે દેડિયાપાડામાં કેટલાક ડોક્ટરો ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી રહ્યા છે.  ત્યારે કોરોના વાયરસના ખતરા વચ્ચે ગરીબ દર્દીઓના જીવ સાથે ચેડા કરતો એક બોગસ દર્દીને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે બોગસ ડોક્ટર ફરાર થઇ ગયા હતા. આરોગ્ય વિભાગે બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ 1964ની કલમ 30 મુજબ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો હતો. આરોગ્ય વિભાગે બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી મેડિકલ તપાસના સાધનો સહિતની સામગ્રી પણ જપ્ત કરી હતી. મળતી જાણકારી અનુસાર, બ્લોક હેલ્થ અધિકારી ડૉ. હેતલ નાયક, ડૉ. જીનલ મનુભાઈ પટેલ સહિતની ટીમે ફાર્માસિસ્ટને સાથે રાખીને ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. જેમાં ડેડિયાપાડા નવીનગરીની હાટ બજાર ચોકડી નજીક અંજલિ ક્લિનિક ચલાવતો સિમ્પલ શશીકાંત વિશ્વાસ એક દર્દીને બોટલ ચડાવી ઈન્જેક્શ આપી સારવાર કરી રહ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે તેની પાસેના દસ્તાવેજોની ચકાસણી કરતા તબીબ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. શશીકાંત મૂળ પશ્વિમ બંગાળનો હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગના દરોડાના પગલે ડિગ્રી વિનાના અન્ય બે ડોક્ટર ભાગી ગયા હતા. આ મામલે બ્લોક હેલ્થ અધિકારી ડોક્ટર હેતલ નાયકે જણાવ્યું કે, હાલમાં કોરોનાનો ભય છે ત્યારે હોસ્પિટલની ઓપીડી પણ ઓછી કરી દેવાઇ છે. આ પ્રકારના બોગસ ડોક્ટરો કોઈપણ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ

Embed widget