Panchmahal: તળાવમાં ડૂબતી 21 વર્ષીય પુત્રીને બચાવવા જતા પિતા પણ ડૂબ્યા, બન્નેના મોતથી પરિવારમાં આક્રંદ
પિતા બળવંત રાઠોડ સાથે 21 વર્ષના પૂત્રી પ્રજ્ઞા પૂજાના ફૂલસામગ્રી તળાવમાં પધરાવવા માટે ગયા હતા જ્યાં દીકરીનો પગ લપસતાં ડૂબતી પુત્રીને બચાવવા જતાં પિતાનું પણ તળાવમાં ડૂબી જવાથી મોત થયું.

પંચમહાલ: ગોધરા નજીક ભામૈયા ગામમાં એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં પિતા પુત્રીના એક સાથે મોત થતા ચકચાર મચી જવા પામી છે. પિતા પુત્રીનાં તળાવમાં ડુબી જવાના કારણે મોત થયા છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર 21 વર્ષીય પુત્રીને બચવવા જતાં પિતાનું પણ ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
પિતા બળવંત રાઠોડ સાથે 21 વર્ષના પૂત્રી પ્રજ્ઞા પૂજાના ફૂલસામગ્રી તળાવમાં પધરાવવા માટે ગયા હતા જ્યાં દીકરીનો પગ લપસતાં ડૂબતી પુત્રીને બચાવવા જતાં પિતાનું પણ તળાવમાં ડૂબી જવાથી મોત થયું. પિતા પુત્રીના મૃતદેહ ગોધરા સિવિલ હોસ્પિટલનાં પીએમ ખાતે મોકલી બી ડિવિઝન પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પિતાપુત્રીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ચાર દિવસ પહેલા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે મોડી રાત્રે એક જૂથ અથડામણની ઘટના ઘટી હતી, આ ઘટનામાં મુસ્લિમોના ટોળાએ હથિયારો સાથે હિન્દુઓના ઘર પર હુમલો કરી દીધો હતો, આમાં એક હિન્દુ યુવકનું મોત નીપજ્યુ હતુ. આ પછી હિન્દુ સંગઠનો અને સામાજિક સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, આ મામલે કુલ 17 લોકો અને 30થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્રણ દિવસમાં કાર્યવાહી કરતાં 17માથી કુલ 13 આરોપીઓની ઝડપી પાડ્યા છે, જોકે, હજુ ચાર ઓરોપી ફરાર છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા જૂથ અથડામણની ઘટના ઘટી હતી. જિલ્લાના પ્રાંતિજ શહેરમાં મોડી રાત્રે મુસ્લિમોના એક જૂથે મોડી રાત્રે હિન્દુઓ પર ઘાતકી હથિયારી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રાજેશ રાઠોડ પર મુસ્લિમ ટોળાએ પાઇપ અને લાકડીઓથી હુમલો કરતાં તેમનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ મોડી રાત સુધી બન્ને જૂથો વચ્ચે સામ સામે પથ્થમારાની ઘટના પણ સર્જાઇ હતી. રાજેશ રાઠોડના મોત મામલે કુલ 17 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને અન્ય 30ના ટોળા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યા અને અથડામણ ઘટના મામલે પોલીસે ગઇકાલે વધુ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, આ પહેલા પોલીસ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા, આમ કુલ 13 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. તો વળી, હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી મુનાફ કુરેશી અને અન્ય સહિત કુલ ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. હિંમતનગર ડીવાયએસપી દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની શોધખોળ શરૂ કરાઇ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
