શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકામાં ગુજરાતી યુવક પર લૂંટના ઈરાદે કરાયો ગોળીબાર
કાવી ગામનો સુહેલ અબ્દુલહક્ક બગલી નોકરી અર્થે વર્ષ 2011માં સાઉથ આફ્રિકાના વેન્ડા ગયો હતો. સાઉથ આફ્રિકા ગયાં બાદ તે માત્ર એકવાર વર્ષ 2018માં કાવી ગામે પરત આવ્યો
ભરૂચ: દક્ષિણ આફ્રિકાના વેન્ડા ખાતે રહેતાં ભરૂચના કાવી ગામના યુવાન પર નિગ્રોના ટોળાંએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેને સાથળના ભાગે ગોળી વાગતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સુધારા પર છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ નિગ્રોએ તેના પર હૂમલો કરી લૂંટફાટ ચલાવી હતી.
જંબુસરના કાવી ગામનો સુહેલ અબ્દુલહક્ક બગલી નોકરી અર્થે વર્ષ 2011માં સાઉથ આફ્રિકાના વેન્ડા ગયો હતો. સાઉથ આફ્રિકા ગયાં બાદ તે માત્ર એકવાર વર્ષ 2018માં કાવી ગામે પરત આવ્યો હતો. જોકે ત્યાર બાદ તે પરત સાઉથ આફ્રિકા જતો રહ્યો હતો. ગત શુક્રવારે તે તેમજ તેની સાથેના કાવીના બે યુવાનો સાથે જૂમ્માની નમાઝ પઢવા માટે જઈ રહ્યાં હતાં.
તે સમયે નિગ્રોના ટોળાંએ અચાનક તેમની પર લૂંટના ઈરાદે ગોળીબાર કરતાં એક યુવકને જાંઘમાં ગોળી વાગી હતી. હૂમલાબાદ ઈજાગ્રસ્ત સુહેલ અબ્દુલહક્ક બગલીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન બાદ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે કાવી ખાતે રહેતાં તેના પિતરાઇ ભાઇ સહિતના સગાસંબંધીઓએ રાહત અનુભવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion