Crime News:પાંચ વર્ષની માસૂમની બાળકીનું અપહરણ અને હત્યાના કેસમાં ચોકાવનારો ખુલાસો
Crime News:પાંચ વર્ષની માસૂમની બાળકીનું અપહરણ અને હત્યાથી આણંદમાં ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મના ઈરાદાએ બાળકીનું અપહરણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

Crime News: આણંદના આંકલાવ તાલુકામાં તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાળકીની બલિ ચડાવી નદીમાં ફેંકી દીધી હોવાની ઘટસ્ફોટ થયો હતો જો કે આજે ફરી એવું પણ તારણ સામે આવ્યું છે કે દુષ્કર્મ ગુજારી બાળકીને તળાવમાં ફેંકી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
બાળકીના અપહરણના આરોપમાં અજય પઢિયારની અટકાયત કરાઈ છે. અજય પઢિયારની પોલીસ સમક્ષ બાળકીને નદીમાં ફેંક્યાની કબૂલાત કરી છે.બાળકીની કબૂલાતના આધારે NDRFની મદદથી નદીમાં શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી બાળકીનો મૃતદેહ મળ્યો નથી. બાળકીની હત્યાના કેસમાં નવાલખ કાકાનો મિત્ર જ હત્યારો હોવાનું ખૂલ્યું છે. તાંત્રિક વિધીની આશંકાએ ચાર ભૂવાને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરાઇ છે. ત્રણ મહિના પૂર્વે ગામની અન્ય બાળકીને ઉઠાવી ગયાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, આંકલાવ તાલુકાના નવાખલ ગામની બાળકી ગઈકાલે શનિવારે (30 ઓગસ્ટ) મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને પોલીસને બાળકીના કાકાના મિત્ર અજય પથિયાર પર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં અજયે જણાવ્યું હતું કે, 'હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. જેમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલિ આપવાનું કહેલું.' અજયે બાળકીનું અપહરણ કર્યું હતું અને તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરીને તેની મૃતદેહને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તાંત્રિક વિધિમાં અન્ય સામેલ આરોપીને લઈને તપાસ હાથ ધરી છે. જ્યારે નદીમાં NDRFની ટીમ દ્વારા બાળકીને શોધવાની કામગીરી શરૂ છે. અપહરણ બાદ હત્યા અને તેની સાથે દષ્કર્મની પણ આશંકા સેવાઇ રહી છે પોલીસ આ મામલે સઘન પુરછપરછ કરી રહી છે.




















