(Source: ECI/ABP News/ABP Majha)
Rain Forecast: આજે આ 8 જિલ્લામાં રેડ એલર્ટ, બે-ત્રણ કલાકમાં જ તુટી પડશે ધોધમાર વરસાદ, વાંચો આગાહી
Rain Forecast: ગુજરાતમાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે અને રાજ્યમાં લગભગ 100 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે
Rain Forecast: ગુજરાતમાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ છે અને રાજ્યમાં લગભગ 100 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. જે અનુસાર આજે પણ ગુજરાતમાં 8 જિલ્લાને મેઘરાજા ઘમરોળી નાંખશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડશે.
ગુજરાતમાં બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં 102 ટકા વરસાદ અત્યાર સુધી પડ્યો છે. આજે સવારથી જ હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગ પાસેથી મળતા મેપ પ્રમાણે, આજે સવારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે ભારે વરસાદની આગાહી છે.
આ ઉપરાંતનાં તમામ જિલ્લાઓ એટલે કે, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, વડોદરા, ખેડા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં એલર્ટ આપવાની સાથે વોર્નિંગ આપવામાં આવી છે. જોકે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, રાજ્યમાં હાઈ એલર્ટ છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ સુધીમાં રાજ્યમાં 102 ટકા વરસાદ અત્યાર સુધી પડ્યો છે. હાલ સુધીમાં રાજ્યમાં કુલ 23800 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં 6440 લોકોનું છેલ્લા 2 દિવસમાં સ્થળાંતર કરાયું છે.
રાજ્યમાં 806 રસ્તાઓ બંધ
ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 806 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા. સુરેંદ્રનગર જિલ્લાના 82 રસ્તા, ખેડા જિલ્લાના 72 રસ્તા, રાજકોટ જિલ્લાના 55 રસ્તા, વડોદરા જિલ્લાના 53 રસ્તા, નવસારી જિલ્લામાં 45 રસ્તા બંધ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. મોરબીમાં 43, જામનગરમાં 42,વલસાડમાં 41, દાહોદ જિલ્લામાં 41 રસ્તા, કચ્છ જિલ્લામાં 33 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.રાજકોટ જિલ્લામાં 55 રસ્તાઓ, વડોદરા જિલ્લામાં 53 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 45 રસ્તાઓ,મોરબી જિલ્લામાં 43,જામનગર જિલ્લામાં 42,વલસાડ જિલ્લામાં 41,દાહોદ જિલ્લામાં 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા હતા. કચ્છ જિલ્લામાં 33 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.
આ પણ વાંચો
Rain: ખંભાળિયામાં આભ ફાટ્યૂ, 18 વરસાદથી તબાહી, અહીં જુઓ 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદના આંકડા