શોધખોળ કરો
8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, આ વખતે 565 બુથ વધુ હશે
કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની આઠ બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. રાજ્યમાં યોજાનારી આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં આગામી ત્રણ નવેમ્બરે મતદાન થશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરે થશે.
જૂનમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયાર શરૂ કરી લીધી છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની આઠ બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
કોરોનાને લીધે આ પેટાચૂંટણીમાં 565 જેટલા વધુ બુથ રાખવામાં આવશે. આઠ બેઠકો માટે કુલ 3024 બુથ બનાવવામાં આવશે. આજથી 27 જેટલી ફ્લાઈંગ સ્કવોર્ડ આઠ બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ગેજેટ
Advertisement
