શોધખોળ કરો
Advertisement
પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયાને કોર્ટ ફટકારી 6 મહિનાની સજા, જાણો વધુ વિગતો
કનુભાઇ કળસરિયાએ ફેક્ટરીની જમીનમાં જઇને વિરોધ કર્યો હતો. જેના પગલે કંપની દ્વારા કંપનીની જમીનમાં બિનકાયદેસર પ્રવેશનો કેસ કનુભાઇ કળસરિયા સહિત 7 આગેવાનો સામે કર્યો હતો.
ભાવનગરના તળાજામાં આવેલી અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય કનુ કળસરીયા સહિત સાત લોકોને દોષિત ઠેરવાયા છે. તમામને છ માસની કેદની સજા અને 800 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તળાજા કોર્ટે કનુ કળસરીયા સહિત તમામ સાતને દોષિત ઠેરવ્યા છે. કંપનીમાં ખનન ચાલતું હોવાના કારણે કનુભાઈ સહિત સાત લોકોએ કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. કનુ કલસરિયા ત્રણ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય હતા.
કનુભાઇ કળસરીયાએ ફેક્ટરીની જમીનમાં જઇને વિરોધ કર્યો હતો. જેના પગલે કંપની દ્વારા કંપનીની જમીનમાં બિનકાયદેસર પ્રવેશનો કેસ કનુભાઇ કળસરીયા સહિત 7 આગેવાનો સામે કર્યો હતો. આ ગુનો સાબિત થતા કોર્ટ દ્વારા તેમને 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી. 500 લોકોનાં ટોળા સાથે કંપનીની જમીન પર બિનકાયદેસર પ્રવેશ મુદ્દે લાંબા સમયથી તળાજા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેનો આજે ચુકાદો આપતા કોર્ટ દ્વારા 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement