શોધખોળ કરો
Advertisement
ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરી રાજ્યામાં હાડ થીજવતી ઠંડીની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ ફરી એક વખત રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની છે. હવામાન વિભાગે રાજ્યમાં વધુ ઠંડી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે ઉત્તર તરફના પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.
તો 5 ફેબ્રુઆરીથી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે ઠંડીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 11.6 જ્યારે લઘુત્તમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયુ હતુ.
બીજી બાજુ દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ફેબ્રુઆરીના આરંભિક દિવસોમાં દિલ્હી અને ઉત્તર ભારતમાં વરસાદ થઇ શકે છે. જોકે સામાન્યપણે આ મહિનામાં વરસાદ થતો નથી. જાન્યુઆરીમાં પણ વરસાદ થવાથી હાડ ગાળતી ઠંડી પડી હતી. હવે ફેબ્રુઆરીમાં પણ વરસાદને કારણે ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે. લઘુતમ તાપમાન ઘટવા સાથે ઠંડી વધી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં સવારે ધુમ્મસ અને બાકીના સમયે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion