શોધખોળ કરો
Advertisement
ગઢડા ટેમ્પલ બોર્ડનું મતદાન પૂર્ણ, આવતીકાલે થશે મત ગણતરી
ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે છે. મતદાન કરવા હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન શરુ થાય તે પહેલા જ હરિ ભક્તો ની લાંબી કતારો લાગી ગઈ છે.
બોટાદ: ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી 13 વર્ષ બાદ આજે યોજાઈ હતી. દેવ પક્ષ અને આચાર્ય પક્ષના 6-6 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં હતા. મતદાર યાદીમાં નામ ઉમેરવા ને લઈને ઘણા સમય થી વિવાદ ચાલતો હતો ત્યારે આ ચૂંટણીનું મતદાન આજે સવારે 8 કલાકથી શરુ થઈ ગયું છે અને સાંજે 5 કલાકે પૂર્ણ થયું હતું. આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. પોલીસે બોગસ મતદારની આશંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
આચાર્ય પક્ષના બ્રહ્મચારી વિભાગ ના એક સંત બિન હરીફ જાહેર થતા હવે બંન્ને પેનલ વચ્ચે 6-6 ઉમેદવાર માટે મતદાન થયું હતું. ગઢડા મંદિર ચુંટણીમાં આશરે 20 હજાર જેટલા મતદારો બેલેટ પેપર થી મતદાન કરશે. કુલ 27 બુથ પર ચુટણી પ્રકિયા ચાલી રહી છે. આવતીકાલે મતગણતરી થશે.
ચૂંટણી ને લઈ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 700 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ગઠવાયા છે. IG, SP, 6 DYSP, 6 PI, 6 PSI સહિત 10 મહિલા PSI તૈનાત છે.
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કોઈ ડમી મતદાર નહી કરી શકે મતદાન, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement