શોધખોળ કરો

Gandhinagar: યુવરાજસિંહે દહેગામમાં પ્લોટમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યાનો ખુલાસો

ડમીકાંડમાં તોડકાંડ મામલે દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે

ગાંધીનગર: ડમીકાંડમાં તોડકાંડ મામલે દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, યુવરાજસિંહે દહેગામમાં આવેલા એક પ્લોટમાં અડધા કરોડ કરતા પણ વધુની રકમનું રોકાણ કર્યું છે. દહેગામમાં ગાંધીનગર-મોટા ચિલોડા રોડ પર વ્રજ ગોપી રેસિડેન્સી નામથી એક રહેણાંક સ્કીમ આવેલી છે. આ સ્કીમમાં યુવરાજસિંહે 29 નંબરનો બંગલો ખરીદ્યો હતો. 3BHK બંગલામાં 150 વારમાંથી 146 વારનું તો બાંધકામ છે. અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ભરતભાઈ દોશી પાસેથી આ બંગલો ખરીદવામાં આવ્યો છે. હાલ બંગલો ભરતભાઈ દોશીના પુત્ર મનન દોશીના નામે છે.

Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં શું થયો મોટો ખુલાસો?

Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં મોટો ખુલાસો થયો છે. ભાવનગર પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.  યુવરાજસિંહ તોડકાંડની રકમમાંથી પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. ગાંધીનગર જિલ્લાના દેહગામમાં યુવરાજસિંહ પોતાના નામે પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. પ્રોપર્ટી ખરીદવા માટે યુવરાજસિંહ જાડેજાએ સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીધું હોવાનો પોલીસે દાવો કર્યો છે.  12મી એપ્રિલના રોજ યુવરાજસિંહે સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. ભાવનગર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.

આજે યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાશે

ભાવનગર તોડકાંડ પ્રકરણમાં આજે યુવરાજસિંહ જાડેજાના ફરી રિમાન્ડ માંગવામાં આવશે. એ.ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત છ વિરુદ્ધ એક કરોડની ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. 21 એપ્રિલનાં રોજ યુવરાસિંહની ભાવનગર પોલીસે તોડકાંડમાં ધરપકડ કરી હતી. 22 એપ્રિલનાં રોજ યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજું કરતા સાત દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આજે પુરા થયા છે. એક કરોડની ખડણી મામલે પોલીસે અત્યાર સુધીમાં 76 લાખ 50 હજાર રિકવર કર્યા છે. આજે બપોરે બાદ યુવરાજસિંહ જાડેજાને ફરી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં તેમના રિમાન્ડ માટેની પોલીસ માંગ કરશે.

ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત

ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.

તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget