શોધખોળ કરો

Gandhinagar: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે યોજાશે ગુજકેટની પરીક્ષા

Gandhinagar: અમદાવાદમાં 70થી વધુ તો રાજકોટના 49 કેન્દ્ર સહિત રાજ્યના દરેક જિલ્લામથકોએ પરીક્ષા લેવાશે

Gandhinagar: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી 31 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે.

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રિકલ્ચરમાં પ્રવેશ માટે લેવાનારી આ પરીક્ષા એક લાખ 37 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે. અમદાવાદમાં 70થી વધુ તો રાજકોટના 49 કેન્દ્ર સહિત રાજ્યના દરેક જિલ્લામથકોએ પરીક્ષા લેવાશે.  જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનુ 120 માર્કસનુ પેપર લેવાશે. પરીક્ષાનો સમય સવારે 10થી 4 દરમિયાનનો રહેશે. જોકે, તેમાં વચ્ચે એક કલાકનો બ્રેક મળશે.

બોર્ડની પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી પડશે. કારણ કે, 12 સાયન્સ બાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટના માર્કસ ગણતરીમાં લેવામાં આવે છે. ગુજકેટના તમામ પરીક્ષા કેન્દ્ર સીસીટીવીથી સજ્જ રહેશે.

બજેટ સત્ર દરમિયાન ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યની ઈજનેરી કોલેજોમાં વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરી 39 હજાર 340 બેઠકો ખાલી રહી હતી. તે સિવાય વર્ષ 2022માં ડિગ્રી ઈજનેરીની 71 હજાર 619 પૈકી 30 હજાર 70 બેઠકો ભરાઇ હતી. વર્ષ 2023માં ડિગ્રી ઈજનેરીની 32 હજાર 818 બેઠકો ભરાઇ હતી તો 38 હજાર 811 ખાલી રહી હતી.

વર્ષ 2022માં ડિપ્લોમા ઈજનેરીની 27 હજાર પાંચ બેઠકો ખાલી રહી હતી જ્યારે વર્ષ 2022માં ડિપ્લોમા ઈજનેરીની 69 હજાર 223 પૈકી 41 હજાર 156 બેઠકો ભરાઇ હતી. વર્ષ 2023માં ડિપ્લોમા ઈજનેરીની 45 હજાર 722 બેઠકો ભરાઇ હતી જ્યારે વર્ષ 2023માં ડિપ્લોમા ઈજનેરીની 23 હજાર 501 બેઠકો ખાલી રહી હતી. 

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 3260 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ વર્ષ 2023 ની સ્થિતિ ખાલી છે. સરકારે જણાવ્યું હતુ કે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 796  અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2464 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.                                                                                                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget