વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, કોગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે
આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસને ઝટકો લાગ્યો છે
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાશે. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી આવતીકાલે સત્તાવાર રીતે મહેન્દ્રસિંહ ભાજપમાં સામેલ થશે. મહેંદ્રસિહ બારૈયા આતીકાલે પરિવાર સાથે પ્રાંતિજના માર્કંડેશ્વર મહાદેવની આરાધના કરશે અને ત્યારબાદ વિધિવત ભાજપમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે તેઓ કેસરિયો ખેસ ધારણ કરશે. આ પ્રસંગે ભાજપના આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહેશે.
રાજ્યના બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવતા વડોદરામાં લાગ્યું ચોંકાવનારુ બેનર
ગુજરાતના રાજકારણમાં હાલ મોટી હલચલ ચાલી રહી છે. રાજ્યના બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. તોો બીજી તરફ વડોદરામાં આશ્ચર્ય જનક બેનર લાગતા સૌ કોઈ ચોંકી ગયા છે. સંગઠન સર્વોપરી નામનું કાળું બેનર લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરાના પંચમુખી મહાદેવ મંદિર સામે આ બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનર નિહાળી રાહદારીઓમાં પણ તર્ક વિતર્ક સર્જાયા છે. તો બીજી તરફ ભાજપની જ જૂથબંધીનું પરિણામ હોવાની ચર્ચા લોકમુખે થવા લાગી છે.
પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત
PM Modi Visits Gujarat: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે. હવે આ કડીમાં પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે.
પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે દોઢ લાખ ચો.મી. જગ્યા પર બે લાખ લોકો માટે ડોમ બનાવવામાં આવશે. આગામી 28 ઓગસ્ટના પીએમ ભુજ આવી રહ્યા છે ત્યારે રાજકીય, સરકારી, પ્રજાકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કચ્છ યુનિ.ના પાછળના નોન-યુઝ મેદાનમાં સુવિધા ઉભી કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. સ્મૃતિવનનું અર્થક્વેક મ્યુઝિયમ પૂર્ણ કરવા એજન્સી 24 કલાક દોઢસો કામદારો પાસે કામ કરાવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અંદાજિત દસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને જાહેરાત કરશે.