(Source: Poll of Polls)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દાહોદમાં 314 કરોડના વિકાસકાર્યોની ભેટ
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આજે દાહોદ જિલ્લાના સીંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.

દાહોદ: ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આજે દાહોદ જિલ્લાના સીંગવડ ખાતેથી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલના અદ્યતન બિલ્ડીંગ સહિત વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યા હતા . દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ રૂ. 314 કરોડના વિકાસકાર્યોના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી દાહોદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી 4 કરોડ 71 લાખ,આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સીંગવડ તાલુકા ખાતે 21 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની અદ્યતન શાળાનું લોકાર્પણ, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 74 જેટલાં નવીન પંચાયત ઘરના લોકાર્પણ, સીંગવડ ખાતે આશરે 3 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ દાસાનું લોકાર્પણ, 60 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 20 સામુહિક શૌચાલયનું લોકાર્પણ, 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સામુહિક કંપોસ્ટ પીટનું લોકાર્પણ, 49 લાખના ખર્ચે બનાવવામાં આવેલ 70 પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
દાહોદ શહેરને સરકારે સ્માર્ટ સિટી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. શહેરના વધુ વિકાસના આયોજન સાથે સ્થાનિક યુવાઓને રોજગારી આપવાની દિશામાં પણ વ્યાપક કામગીરી થઈ છે, જેના પરિણામે દાહોદ જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) March 10, 2024
આજે થયેલ વિકાસકામોનો શુભારંભ વિકસિત ભારત માટે વિકસિત… pic.twitter.com/MWWI2eJXD4
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગવડ ખાતે ઉપસ્થિત રહીને દાહોદ જિલ્લાના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગોના કુલ રૂ. 314 કરોડના વિકાસકાર્યોના વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. દાહોદ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્સિંગ કોલેજ સિંગવડનું પણ લોકાર્પણ કરીને દાહોદના યુવા વર્ગને ઘરઆંગણે વધુ શિક્ષણ સુવિધા આપી હતી. કાર્યક્રમમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. કુબેરભાઇ ડીડોર અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર યોગેશ નિરગુડે,જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અધિકારીઓ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં દાહોદના લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial






















