ગોધરા સિવિલ હોસ્પિટલમાં બીમાર ત્રણ બાળકોને ચઢાવી દેવાઇ એક્સપાયરી ડેટની બોટલ, જાણો પછી શું થયું
ગોઘરા સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આ આવી છે. અહીં નર્સે બાળકને એકસપાયરી ડેટની બોટલ ચઢાવી દેવાઇ.
હોસ્પિટલ બેદરકારી:ગોઘરા સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આ આવી છે. અહીં નર્સે બાળકને એકસપાયરી ડેટની બોટલ ચઢાવી દેવાઇ.
ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક વોર્ડમાં સ્ટાફની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં સરવાર દરમિયાન બીમાર બાળકોને એક્સપાયરી ડેટનો બોટલ ચઢાવી દેવાઇ હતી. અહીં ત્રણ બાળકોને આ રીતે એકસપાયટી ડેટની બોટલ ચઢાવી દેવાઇ હતી. બાળકના પેરેન્ટસે આ મદ્દે ધ્યાન દોર્યં છતાં હોસ્પિટલના સ્ટાફ આ મુદ્દાને ગંભરતાથી ન લેતા હોસ્પિટલમાં બાળકના પરિજનોએ ઉહાપોહ મચાવ્યો હતો.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલ પીડિયાટ્રિક વોર્ડ માં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. અહીંબાળકને એક્સપાઈરી ડેટ વાળો બોટલ ચઢાવી દેવામાં આવી હતી. એકસપાયરી ડેટની બોટલ ચડાવવાનો વીડ઼િયો પણ સામે આવ્યો છે. જુલાઈ મહિનાનો એકપાઈર્ડ થયેલ બોટલ બાળ દર્દી ને ચડાવતાં આ બાબતે વાલીએ નર્સની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું જો કે પહેલી વખત વાલીઓએ ધ્યાન દોરતા આ મુદ્દે હોસ્પિટલના સ્ટાફે આ મુદ્દાના ગંભીરતાથી ન હતો લીધો. જો કે વાલી ઉહાપોહ કરતા લાંબા સમય બાદ આખરે અડધી બોટલ ચઢી ગયા બાદ એક્સપાયરી ડેટની બોટલ ઉતારી લેવાઇ હતી. આ સમગ્ર મુદ્દે હોસ્પિટલ તંત્રએ કહી પણ કહેવાનું ટાળ્યું છે. આ ધટનાના સાક્ષી સમગ્ર મામલે પીડિયાટ્રિક વોર્ડ પર હાજર સ્ટાફ મૌન સેવ્યું છે. હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને લઇ બાળ દર્દી સાજા થવાને બદલે વધું બીમારીનો ભોગ બને તેવી બાળ દર્દીના પરિજનને ચિંતા વ્યાપી છે.
એક્સપાયરી ડેટ વાળા ઇંજેકશન કે દવા લેવાથી શું નુકસાન થઇ શકે છે. તે અહીં સમજવું જરૂરી છે. એક્સપાયરી ડેટની દવા, ઇંજેકશન, બોટલ ચઢાવવાની શું આડઅસર હોઇ શકે. સમજીએ..
એક્સપાયરી ડેટની દવા કે ઇંજેકશનની આડઅસર
એક્સપાયરી ડેટની દવા કે ઇંજેકશન કે બોટલ ચઢાવવાથી દર્દીને એ આપેલી દવાની અસર નથી થતી. જેના કારણે રિકવરીમાં સમય લાગે છે અને જો દર્દીની ગંભીર સ્થિતિ હોય અને એક્સપાયરી ડેટની દવા આપવામાં આવે તો દવાની અસર ન થતાં દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે.