GODHRA : એસટી બસે સાત જેટલા લોકોને અડફેટે લીધા, જુઓ રુવાડા ઉભા કરી દે તેવી ઘટનાનો વિડીયો
GODHRA ST BUS ACCIDENT : એક જ મહિનામાં માત્ર ST બસ અક્સ્માતની ચોથી ઘટના બની છતા તંત્ર ઉદાસીન છે.
Godhra News : ગોધરા વડોદરા હાઇવેના કોઠી સ્ટીલ સર્કલ પાસે એસટી બસ ચાલકે સાત જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની સમગ્ર ઘટના માર્ગ પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક જ મહિનામાં માત્ર ST બસ અક્સ્માતની ચોથી ઘટના બની છતા તંત્ર ઉદાસીન છે.
સલામત સવારી એસ ટી અમારી હવે જોખમી અને અસલામત પુરવાર થઈ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગોધરા વડોદરા હાઇવે કોઠીસર્કલ પાસે એક જ મહિના માં માત્ર એસટી બસના જ ચાર જેટલા અક્સ્માત સર્જાયેલ છે. ત્યારે ફરી એકવાર રુવાડા ઉભા કરી દે તેવા એસટી બસ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ગોધરા વડોદરા હાઇવેના કોઠી સર્કલ પાસે 7 જેટલા લોકો એસટી બસની રાહ જોઈ રોડની સાઈડમાં ઉભા હતા. દરમિયાન બાયડથી પાવાગઢ તરફ જઈ રહીને એસટી બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. આ બસમાં મુસાફરી કરવા માટે રસ્તા ઉપર ઉભા રહેલ લોકોએ હાથ ઉચો કરી એસ.ટી.બસને થોભાવા માટે પ્રયાસ કર્યો હતો.
દરમિયાન પુર ઝડપે આવી રહેલ એસટી બસ ચાલકે બસ થોભાવવા માટે બ્રેક લગાવી હતી. આ દરમિયાન અચાનક એસટી બસ બંધ પડી જતા એસ ટી બસનુ સ્ટરિંગ લોક થઈ જવા પામ્યું હતું જેના કારણે એસટી બસના ચાલક કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં ઊભા રહેલ બે બાળકો સહીત સાત લોકો એસ ટી બસની અડફેટે આવી ગયાં હતાં. જુઓ રુવાડા ઉભા કરી દે તેવી ઘટનાનો વિડીયો -
અકસ્માતની આ ઘટનામાં ઍક વ્યકતિને પગના ભાગે ગંભીર ઇજા પહોચી જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા છે. અકસ્માતની જાણ થતા એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત દરમિયાન એસટી બસમાં 45 થી વધુ મુસાફરો સવાર હતા સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો છે.
નોંધનીય બાબત છે ટ્રાફિકથી સતત ધમધમતા ગોધરા વડોદરા હાઈવે પર કોઠી સ્ટીલસર્કલ પાસે 3 જુલાઈથી હમણાં સુધીમાં માત્ર એસટી બસના જ ચાર જેટલાં અક્સ્માત સર્જાયા છે. વારંવાર સર્જાય રહેલ અકસ્માતોની ઘટના માંટે સ્થાનિક પ્રશાસન જવાબદાર હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અવાર નવાર સર્જાય રહેલ અકસ્માતની ઘટનાને રોકવા માટે સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર મુકવા માટે છેલ્લા છ મહિનાથી લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેમની આ રજૂઆત ધ્યાને લેવામાં ન આવી હોવાનુ અરજદાર જણાવી રહ્યાં છે તેવામાં સ્થાનિક પ્રશાસન કોઇ મોટી દૂર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.