મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
ઘણા વર્ષો બાદ મકરસંક્રાંતિએ પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ, આકાશ સ્વચ્છ અને તાપમાન સામાન્ય રહેવાની શક્યતા.

Paresh Goswami wind forecast: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મકરસંક્રાંતિના દિવસ માટે ગુજરાતના હવામાન વિશે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, આ વર્ષે ઘણા વર્ષો પછી મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ અને દિશા ગુજરાત માટે અનુકૂળ રહેશે. મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
વિસ્તાર પ્રમાણે પવનની ગતિ અને દિશા
બનાસકાંઠા અને અરવલ્લી: આ વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી શકે છે.
પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગો: આ વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે, એટલે કે 14 થી 18 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે.
ઉત્તર ગુજરાત (સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા): પવનની દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વની રહેશે અને પવનની ઝડપ પણ સારી રહેશે.
છોટાઉદેપુર, દાહોદ, ગોધરા: આ વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરની રહેશે અને પવનની ઝડપ 12 થી 15 કિમી પ્રતિ કલાક રહેશે.
આણંદ, ખેડા, નડિયાદ, વિરમગામ: આ વિસ્તારોમાં પવનની ઝડપ 10 થી 12 કિમી પ્રતિ કલાક રહેશે.
મધ્ય ગુજરાત: આ વિસ્તારમાં પવનની ગતિ અનુકૂળ રહેશે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ: આ વિસ્તારોમાં પવનની દિશા 8 થી 10 કિમી પ્રતિ કલાક રહેશે, પરંતુ બપોર બાદ પવનની ગતિ વધી જશે.
આ આગાહી મકરસંક્રાંતિની ઉજવણી કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને પતંગ ચગાવવાના શોખીનો માટે. અનુકૂળ પવનની સ્થિતિને લીધે પતંગ ચગાવવાનો આનંદ બમણો થઈ જશે.
અંબાલાલ પટેલ શું કરી છે આગાહી
અમદાવાદ: વહેલી સવારે ૬ કિમી પ્રતિ કલાક, દિવસ દરમિયાન ૧૦ થી ૧૨ કિમી અને ક્યારેક ૧૫ કિમી સુધી પવનની ગતિ રહી શકે છે. બપોરે પણ પવન રહેશે અને ૪ વાગ્યા આસપાસ ગતિ વધી શકે છે. સાંજે પવનની ગતિ ૯ કિમી જેટલી રહી શકે છે.
મહેસાણા (ઉત્તર ગુજરાત): સવારે ૬ થી ૧૦ કિમી, બપોરે ૧૦ કિમી અને સાંજે ૬ કિમી પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૨૦ કિમી, બપોરે ૨૨ કિમી અને સાંજે ૧૦ કિમી સુધી રહી શકે છે.
સુરેન્દ્રનગર: સવારે ૬ થી ૧૦ કિમી અને સાંજે ૮ થી ૧૨ કિમી પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૧૨ કિમી અને બપોરે ૨૨ કિમી સુધી રહેવાની શક્યતા છે.
રાજકોટ: સવારે ૮ થી ૧૧ કિમી, બપોરે અને સાંજે ૧૨ કિમીની આસપાસ પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૧૮ કિમી, બપોરે ૨૨ કિમી અને સાંજે ૨૦ કિમી સુધી રહી શકે છે.
વડોદરા: ૬ થી ૧૨ કિમીની આસપાસ અને સાંજે ૯ કિમી પવનની ગતિ રહેવાની શક્યતા છે. આંચકાનો પવન સવારે ૧૨ કિમી, બપોરે અને સાંજે ૨૫ કિમી સુધી રહી શકે છે.
પાલનપુર: સવારે ૬ થી ૧૦ કિમી, બપોરે ૨ થી ૫ કિમી અને સાંજે ૨ થી ૪ કિમી પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૧૨ કિમી, બપોરે ૧૫ કિમી અને સાંજે ૧૨ કિમી સુધી રહી શકે છે.
કચ્છ: સવારે ૬ થી ૧૧ કિમી, બપોરે અને સાંજે ૧૦ કિમીની આસપાસ પવનની ગતિ રહેવાની શક્યતા છે. આંચકાનો પવન સવારે ૧૫ કિમી, બપોરે ૨૨ કિમી અને સાંજે ૨૦ કિમી સુધી રહી શકે છે.
સુરત: સવારે ૬ થી ૧૨ કિમી, બપોરે ૬ થી ૯ કિમી અને સાંજે ૬ થી ૧૦ કિમી પવનની ગતિ રહેવાની શક્યતા છે. આંચકાનો પવન સવારે ૨૦ કિમી અને બપોરે અને સાંજે ૨૨ કિમી સુધી રહી શકે છે.
આ પણ વાંચો....
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની A to Z આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
