ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
Ambalal Patel forecast: અમદાવાદ સહિત રાજ્યભરમાં પવનની ગતિમાં વધારો, ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદની સંભાવના, વાહન વ્યવહાર અને ઉડ્ડયન પર અસર થઈ શકે.

Ambalal Patel Uttarayan Prediction: પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણ અને ત્યારબાદના હવામાન વિશે આગાહી કરી છે. આ વખતે ઉત્તરાયણમાં પવનની ગતિ થોડી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પવનની ગતિ અલગ અલગ રહેશે.
શહેર પ્રમાણે પવનની ગતિની આગાહી
અમદાવાદ: વહેલી સવારે ૬ કિમી પ્રતિ કલાક, દિવસ દરમિયાન ૧૦ થી ૧૨ કિમી અને ક્યારેક ૧૫ કિમી સુધી પવનની ગતિ રહી શકે છે. બપોરે પણ પવન રહેશે અને ૪ વાગ્યા આસપાસ ગતિ વધી શકે છે. સાંજે પવનની ગતિ ૯ કિમી જેટલી રહી શકે છે.
મહેસાણા (ઉત્તર ગુજરાત): સવારે ૬ થી ૧૦ કિમી, બપોરે ૧૦ કિમી અને સાંજે ૬ કિમી પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૨૦ કિમી, બપોરે ૨૨ કિમી અને સાંજે ૧૦ કિમી સુધી રહી શકે છે.
સુરેન્દ્રનગર: સવારે ૬ થી ૧૦ કિમી અને સાંજે ૮ થી ૧૨ કિમી પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૧૨ કિમી અને બપોરે ૨૨ કિમી સુધી રહેવાની શક્યતા છે.
રાજકોટ: સવારે ૮ થી ૧૧ કિમી, બપોરે અને સાંજે ૧૨ કિમીની આસપાસ પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૧૮ કિમી, બપોરે ૨૨ કિમી અને સાંજે ૨૦ કિમી સુધી રહી શકે છે.
વડોદરા: ૬ થી ૧૨ કિમીની આસપાસ અને સાંજે ૯ કિમી પવનની ગતિ રહેવાની શક્યતા છે. આંચકાનો પવન સવારે ૧૨ કિમી, બપોરે અને સાંજે ૨૫ કિમી સુધી રહી શકે છે.
પાલનપુર: સવારે ૬ થી ૧૦ કિમી, બપોરે ૨ થી ૫ કિમી અને સાંજે ૨ થી ૪ કિમી પવનની ગતિ રહી શકે છે. આંચકાનો પવન સવારે ૧૨ કિમી, બપોરે ૧૫ કિમી અને સાંજે ૧૨ કિમી સુધી રહી શકે છે.
કચ્છ: સવારે ૬ થી ૧૧ કિમી, બપોરે અને સાંજે ૧૦ કિમીની આસપાસ પવનની ગતિ રહેવાની શક્યતા છે. આંચકાનો પવન સવારે ૧૫ કિમી, બપોરે ૨૨ કિમી અને સાંજે ૨૦ કિમી સુધી રહી શકે છે.
સુરત: સવારે ૬ થી ૧૨ કિમી, બપોરે ૬ થી ૯ કિમી અને સાંજે ૬ થી ૧૦ કિમી પવનની ગતિ રહેવાની શક્યતા છે. આંચકાનો પવન સવારે ૨૦ કિમી અને બપોરે અને સાંજે ૨૨ કિમી સુધી રહી શકે છે.
માવઠાની આગાહી
અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંત સુધીમાં મધ્યમ અથવા મધ્યમથી વધુ ગતિના પવન અને ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ધૂમસી વિઝિબિલિટી ઘટવાથી અકસ્માતો થવાની શક્યતા છે અને વાહન વ્યવહાર અને ઉડ્ડયન પર પણ અસર થઈ શકે છે. ૧૪થી ૧૬ જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે અને ૨૧થી ૨૩ જાન્યુઆરી દરમિયાન રાજ્યના કોઈ પણ ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે છે અથવા છાંટા પડી શકે છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.
આ આગાહી ઉત્તરાયણની ઉજવણી કરતા લોકો અને મુસાફરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ છે. પવનની ગતિ અને માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો....
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
