રાજ્ય સરકારે ઇદે મિલાદનના ઝુલુસમાં જોડાતા લોકોની સંખ્યામાં કર્યો વધારો, જાણો હવે કેટલાક લોકો જોડાઇ શકશે
ઇદ-એ-મિલાદની ઉજવણી ને લઈને સરકારે ગાઈડ લાઈનમાં સુધારો કર્યો છે. સરકારે આ પહેલા ઝુલુસમાં જોડાવવા માટે 15 લોકોને મંજૂરી હતી જેને વધારીને 400ની કરી છે.
ગાંધીનગર:ઇદ-એ-મિલાદની ઉજવણી ને લઈને સરકારે ગાઈડ લાઈન માં સુધારો કર્યો છે. સરકારે આ પહેલા ઝુલુસમાં 15 લોકોને મંજૂરી હતી જેને વધારીને 400ની કરી છે. હવે ઇદે મિલાદનો ઝુલુસ જો મર્યાદિત વિસ્તારમાં ફરવાનું હોય તો 400 લોકોને મંજૂરી મળી છે પરંતુ સ્થાનિક વિસ્તારમાં એકથી વધુ જગ્યાએ જુલૂસ ફરવાનું હોય તો 15 લોકોની મર્યાદા લાગુ રહેશે ઉપરાંત ઝુલુસમાં કોવિડની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવું રહેશે.
રાજ્ય સરકારે આ વર્ષે ઇદ મિલાદના અવસરે ઝુલુસને મંજૂરી આપી છે. મંગળવાર 19 ઓક્ટોબરે ઇદ છે, ત્યારે કોવિડના નિયમો સાથે સહ શરત ઝુલુસ કાઢવાની સરકારે મંજૂરી આપી છે. જો કે પહેલા માત્ર 15 લોકોને જ મંજૂરી હતી, જે વધારીને હવે 400 લોકોની કરાઇ છે. જો કે 400ની મંજૂરી એવા ઝુલુસને જ છે. જે માત્ર મર્યાદિત મહોલ્લામાં જ ફરવાનું હોય એકથી વધુ મહોલ્લામાં ફરતા ઝુલુસ માટે 15 લોકો જ ઝુલુસમાં જોડાઇ શકશે. ઉપરાંત રાજય સરકારે ઇદે મિલાદના પર્વની ઉજવણીને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરી છે.
ઉલ્લેખનિય છે કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ઇદે મિલાદમાં ઝુલુસ માટે પરમિશન આપવામાં આવે તેવી ઇચ્છા મુસ્લિમ બિરાદરોની હતી. જેના પગલે કોંગ્રેસના દરિયપુર બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને અને વાંકાનેરના ધારાસભ્ય જાવિદ પીરજાદાએ ઇદના અવસરે ઝુલુસના આયોજન માટે પરવાનગી આપવા માટે રજૂઆત કરી હતી. આ તમામ ધારાસભ્યોની રજૂઆત બાદ અને વિચાર વિમર્સ બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે ઇદ મિલાદના અવસરે ઝુલુસની પરવાનગી આપી છે. જો કે ઝુલુસમાં કોવિડના નિયમોનું પાલન કરવા માટે પણ સરકારે એક ગાઇડલાઇન જાહેર કરી છે. શું છે સરકારની ગાઇડલાઇન સમજીએ
રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ ઇદે મિલાદની ઉજવણી માત્ર દિવસ દરમિયાન જ થઇ શકશે. જે વિસ્તારનું ઝુલુસ હશે તે જ વિસ્તારમાં જો ઝુલુસ ફરશે તો 400 લોકો જોડાઇ શકશે. પરંતુ એકથી વધુ વિસ્તારમાં ફરતાં ઝુલુસ માટે 15 લોકોની મર્યાદાનનો નિર્ણય યથાવત છે.