શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતની આ ગ્રામ પંચાયતમાં યુવતીએ 3258 મતની જંગી સરસાઈથી જીતીને બનાવ્યો રેકોર્ડ, જાણો વિગત

મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ તેમાં કચ્છની નખત્રણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રિદ્ધિબેન વાઘેલાની જીત થઈ છે.

કચ્છઃ ગુજરાતમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું.  મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ તેમાં કચ્છની નખત્રણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રિદ્ધિબેન વાઘેલાની જીત થઈ છે.

સરપંચપદના ઉમેદવાર રિદ્ધિબેન વાઘેલા કચ્છની સૌથી મોટી નખત્રાણા ગ્રામપંચાયતમાં ઐતિહાસિક જીત મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. સરપંચપદની ચૂંટણીમાં રિદ્ધિબેન વાઘેલાએ 3258 મતની જંગી સરસાઈથી જીત મેળવી હતી. આટલી જંગી સરસાઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ સારી ગણાય એટલી મોટી છે.

મોડી રાત્રી સુધી ચાલું રહેલી મતગણતરીના અંતે રિદ્ધિબેન વાઘેલાએ 3258 મતની જંગી સરસાઈથી જીતેલા જાહેર કરાતાં મોડી રાત્રે નખત્રાણામાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. 

સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ? 

છોટા ઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતમાં મુંબઈની મોડલ એશ્રા પટેલની હાર થઈ છે.  જ્યોતિબેન સોલંકી સામે એશ્રાબેન પટેલની હાર થઈ છે. છોટા ઉદેપુરની કાવિઠા ગ્રામ પંચાયત પહેલાથી જ ખૂબ જ ચર્ચામાં હતી. આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી. 

એશ્રા પટેલની જ્યોતિબેન સોલંકી સામે હાર થઈ છે. જ્યોતિબેનને 559 મત મળ્યા, જ્યારે એશ્રા પટેલ ને 430 મત મળ્યા છે. મોડેલ સામે વિજય મળતાં જ્યોતિબેન અને તેમના સમર્થકો માં ખુશી દેખાઈ રહી છે.

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમા એશ્રા પટેલની હાર થઈ  છે. 

રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. સંખેડાના કાવીઠા ગામે એશ્રા પટેલ સરપંચ ઉમેદવાર હતા.  પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.  કાવઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી  ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. 

મોડેલ એશ્રા પટેલે રવિવારે સવારે કાવીઠા ગામની પ્રાથમિક શાળાના બુથ પર મતદાન કર્યું હતું. એશ્રા પટેલ મતદાન પછી ભાવકુ થઈ ગઈ હતી. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, આજે મને બહુ આનંદની લાગણી થઇ રહી છે. આજે મારા પર મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઇ હોય એવું લાગે છે. અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે અને તેમને સારી જીંદગી આપવી એ  મારા માટે જિંદગીનું મિશન બની ગયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Embed widget