શોધખોળ કરો
Advertisement
આજથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ, સરકાના આ નિયમો જાણી લેજો નહીં તો થશે નુકસાન
પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ પણ ગેરરિતી કરતા પકડાશે તો તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Gandhinagar News: આગામી બોર્ડની પરિક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. કુલ 9 લાખ 17 હજાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ પણ ગેરરિતી કરતા પકડાશે તો તેમની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ સામે પણ પગલા ભરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દરમિયાન નિયમ પ્રમાણે વિદ્યાર્થી, સ્થળ સંચાલક, નિરીક્ષક સહિત પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓની બેદરકારી બદલ સજાની જોગવાઈ અંગે પણ શાળાઓને અવગત કરવામાં આવી હતી.
- 1 લાખ 11 હજારથી વધારે વિદ્યાર્થીઓ આપશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા
- 4 લાખ 89 હજાર વિદ્યાર્થીઓ આપશે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 144 કેન્દ્ર ઉપર 111549 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપના 38863 અને B ગ્રુપના 72667 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- ધો.12 સામાન્ય પ્રવાહમાં નિયમિત ખાનગી અને રીપીટર સહિત 489279 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 380269 નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- ધોરણ 10ના 917687 વિદ્યાર્થીઓ રાજ્યના 981 કેન્દ્ર પર આપશે પરીક્ષા
- 981 કેન્દ્ર પર લેવાશે ધોરણ 10ની પરીક્ષા
- 147 કેન્દ્ર પર લેવાશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા
- 506 કેન્દ્ર પર લેવાશે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા
- 73 કેદીઓ આપશે ધોરણ 10 ની પરીક્ષા
- 57 કેદીઓ આપશે ધોરણ 12ની પરીક્ષા
નિયમો
- PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે.
- પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ સહિત કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ છે. સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી સલાહ આપવામાં આવી છે.
- મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિક હોય તેવા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય.
- પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની મદદ લઈ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.
- પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement