GSEB HSC Science Result 2022 LIVE: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 85.78 ટકા સાથે રાજકોટ જિલ્લો ટોપ પર
12 સાયન્સમા રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Background
ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે સવારે દસ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યા ઘણી ઘટી છે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે.
12 સાયન્સમા રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા એક લાખ સાત હજાર 694 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી એક લાખ બે હજાર 913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

ગુજકેટ 2022






















