Valsad: વલસાડ જિલ્લામાં તમાકુના હોલસેલ વેપારીઓ પર GST વિભાગે હાથધરી તપાસ, કરચોરોમાં ફફડાટ
GST News: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે 16 મે, 2023થી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
Valsad: વલસાડ જિલ્લામાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં વિવિધ વિવિધ જગ્યાઓ પર જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડમાં તમાકુના હોલસેલના વ્યાપારીઓને ત્યાં જી એસ ટી ની ટીમે દરોડા પાડ્યા છે. જેને લઈ કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
જીએસટી ગેરરીતિ ડામી દેવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અમરેલી ખાતે નોંધવામાં આવેલા ગુન્હામાં 28.95 કરોડનું કૌભાંડ પકડવામાં આવ્યુ છે, અને આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 4ની ધરપકડ કરવામાં આવી છે અને 6 ગુનેગારો ફરાર છે.
સીટ દ્વારા કુલ 28,95,29,855 રૂપિયાનું જીએસટી કૌભાંડ પકડવામાં આવ્યુ છે, અને તેના થકી 4,32,97,934 રૂપિયાની કરચોરી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યુ છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં સીટ દ્વારા ફિરોઝખાન ઉર્ફે પિન્ટુ ગફારખાન પઠાણ, વસીમ ઉર્ફે સાવજ મહેબુબભાઇ ખોખર, સલીમ ઉર્ફે રેહાન મનસુરભાઇ શરમાળી, સોહિલ ઝુબેરભાઇ ધાનાણીની ધરપકડ કરવામાં આવેલી છે. આ પૈકી ફિરોઝ, વસીમ અને સલીમ પાલિતાણા ટાઉનમાં નોંધાયેલા જીએસટી ગેરરીતિના કેસમાં પકડાઇ ચૂક્યા છે. અમરેલીમાં હજુ એક જીએસટી કૌભાંડની તપાસ ચાલી રહી છે, અને તેમાં પણ ભાવનગરના અનેક ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ છે
સેન્ટ્રલ જીએસટી એડમિનિસ્ટ્રેશને પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને કરવામાં આવેલ 5000 જીએસટી રજિસ્ટ્રેશન શોધી કાઢ્યા છે. 1 જુલાઇ, 2017થી 30 જૂન, 2023 સુધીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કલેઇમ કરવા માટે પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને 5000થી વધુ જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતાં.
નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર પાન કે આધારની વિગતોનો દુરુપયોગ કરીને કરાયેલા 5000 જીએસટી રજિસ્ટ્રેશનથી અત્યાર સુધી કરાયેલ 27000 કરોડ રૂપિયાની કરચોરી પકડી પાડવામાં આવી છે. આવા કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર યાદીમાં પ્રથમ ક્રમે છે. રકમની દ્રષ્ટિએ દિલ્હી યાદીમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધારે ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નકલી જિએસટી રજિસ્ટ્રેશન શોધવા માટે 16 મે, 2023થી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે હવે પાનનું વેરિફિકેશન કરવા માટે ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) આધારિત વેરિફિકેશન પ્રક્રિયા દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
અત્યાર સુધીમાં થયેલા તમામ સર્વેમાં કોની સરકાર બનવાનો અંદાજ, Congress BJP ને કેટલી સીટો, જાણો