Gujarat ABP CVoter Opinion Poll: ગુજરાતમાં CM તરીકે કોને જોવા માંગે છે લોકો? જાણો જનતાનો મૂડ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. આ ચૂંટણી પહેલાં એબીપી ન્યૂઝ અને સી-વોટરે ગુજરાતમાં સર્વે કરીને જનતાનો મૂડ જાણ્યો છે.
Gujarat ABP CVoter Opinion Poll: આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. આ ચૂંટણી પહેલાં એબીપી ન્યૂઝ અને સી-વોટરે ગુજરાતમાં સર્વે કરીને જનતાનો મૂડ જાણ્યો છે. આ સર્વેમાં ગુજરાતમાંથી કુલ 37,500થી વધુ લોકોને સવાલ પુછવામાં આવ્યા હતા. જનતાને પુછવામાં આવેલા આ સવાલોના જવાબમાં એક પ્રશ્ન એ પણ હતો કે, તમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કયા નેતાને જોવા માંગો છો?
CM તરીકે કોને જોવા માંગે છે લોકો?
આ સર્વેમાં મુખ્યમંત્રી તરીકે ગુજરાતના લોકોએ કયા નેતાને પસંદગી કરી તેની ટકાવારી મુજબ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સૌથી વધુ 34.6 ટકા લોકોએ પસંદ કર્યા છે. ત્યાર બાદ વિજય રુપાણીને 9.2 ટકા લોકોએ, નીતિન પટેલને 5 ટકા, શક્તિસિંહ ગોહિલને 4.9 ટકા, ભરતસિંહ સોલંકીને 4 ટકા અને અર્જુન મોઢવાડિયાને 2.8 ટકા લોકોએ પસંદ કર્યા છે. જો કે, આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાના ચહેરાને 15.6 ટકા લોકોએ મત આપ્યો છે અને અન્ય કોઈ પણ નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માટે 24 ટકા લોકોએ મત આપ્યો છે.
ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાંથી
ભાજપને 135 થી 143 બેઠક મળી શકે
કોંગ્રેસને 36 થી 44 બેઠક મળી શકે
આપને 00 થી 02 બેઠક મળી શકે
અન્યને 00 થી 03 બેઠક મળી શકે
ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા ટકા વોટ મળશે?
ભાજપને 46.8 ટકા વોટ મળી શકે
કોંગ્રેસને 32.8 ટકા વોટ મળી શકે
આપને 17.4 ટકા વોટ મળી શકે
અન્યને 3.55 ટકા વોટ મળી શકે
ગુજરાતમાં કેટલા ટકા લોકો ગુજરાતની વર્તમાન સરકારને બદલવા માંગે છે? ઓપિનિયન પોલમાં લોકોએ શું કહ્યું?
નારાજ છે અને સરકાર બદલવા માંગે છે - 34%
નારાજ છે પણ સરકાર બદલવા નથી માંગતા - 40%
નારાજ પણ નથી અને બદલવા પણ નથી માંગતા - 26%
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતશે, ઓપિનિયન પોલમાં ચોંકાવનારા દાવા
ભાજપ-63%
કોંગ્રેસ-9%
તમે - 19%
અન્ય-2%
હંગ -2%
અજ્ઞાત - 5%
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કયો મુદ્દો અસરકારક રહેશે?
ધ્રુવીકરણ - 18%
રાષ્ટ્રીય સુરક્ષા - 28%
મોદી-શાહની કામગીરી - 15%
રાજ્ય સરકારનું કામ - 16%
આમ આદમી પાર્ટી -18%
અન્ય - 5%