શોધખોળ કરો

ABP-CVoter Opinion Poll: મોંઘવારી નહીં આ મુદ્દાને ગુજરાતના મતદારોએ ગણાવ્યો સૌથી મહત્વનો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે સૌના મનમાં એ જ સવાલ છે કે આ વખતે ક્યા મુદ્દાઓને લઈને ગુજરાતના મતદારો મતદાન કરશે.

ABP-CVoter Opinion Poll:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌના મનમાં એ જ સવાલ છે કે આ વખતે ક્યા મુદ્દાઓને લઈને ગુજરાતના મતદારો મતદાન કરશે. આ વખતે ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ક્યો છે તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. પેપર ફુટવાથી લઈને મોંઘવારી સુધીના મુદ્દાઓ આ સમયે હાવી જોવા મળી રહ્યા છે. હવે આ કડીમાં ABP-CVoter દ્વારા લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકો પાસે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે, તેઓ ક્યા મુદ્દાને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો માને છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ પણ 8 ડિસેમ્બરે જ આવશે. હાલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. 

આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે?

બેરોજગારી= 37.5%
વીજળી/ પાણી/રોડ= 18.2 %
કોરોના સમયે સરકારની કામગીરી= 4.2%
ખેડૂતોના પ્રશ્નો= 13.0%
કાયદો અને વ્યવસ્થા= 2.8%
સરકારી કામમાં ભ્રષ્ટાચાર= 4.5%
રાષ્ટ્રીય મુદ્દા= 2.3%
મોંઘવારી= 4.3%
બીજા મુદ્દા= 13.4%
ટોટલ= 100%

ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન આજે અરવિંદ કજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે.

કેજરીવાલે બીજું શું કહ્યું

કેજરીવાલે કહ્યું,  Bjp વેપારીઓને ડરાવે છે, એક એક વેપારી આપને વોટ આપવાના છે, નાનો કાર્યકર્તા ધમકી આપે છે, આપ પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરતાં કહ્યું, તમે વોટ આપો છો પણ તમારા તમામ પરિવારને આપને વોટ આપવા અપીલ કરો. મોંઘવારીનો માર મહિલાઓને સહન કરવા પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓનું સમર્થન છે. મહિલાઓના 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી,પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી કરાશે.

નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget