શોધખોળ કરો

રાજ્યમાં ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું

ગુજરાતના જાણીતા એવા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી, ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન થયું છે. જુલાઇમાં વીજ ઉત્પાદન 308.7 મિલિયન યુનિટ હતું.

ગાંધીનગર: સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા ટ્રાન્ઝિશનને સુગમ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવા માટે અત્યારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ભારતમાં વર્ષ 2030 સુધીમાં 500 GW બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત ક્ષમતા સુધી પહોંચવા અને સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં રિન્યુએબલ એનર્જી આધારિત ક્ષમતાનો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત, વિવિધ પ્રકલ્પો અત્યારે રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે. આ ચોમાસાની સિઝનમાં સચરાચર મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના પરિણામે હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રેકોર્ડ વીજ ઉત્પાદનમાં થઇ રહ્યું છે. ગુજરાતના જાણીતા એવા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી, ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન થયું છે. જુલાઇમાં વીજ ઉત્પાદન 308.7 મિલિયન યુનિટ હતું.

ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MU પાર 

ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું છે. સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર (CHPH)માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 MU થયું છે. રાજ્યના અન્ય હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે. 

હાઇડ્રો પ્લાન્ટમાં વીજ ઉત્પાદન  

હાઇડ્રો પ્લાન્ટ      જુલાઈ-24  ઓગસ્ટ-24
ઉકાઈ                    0             143.1
ઉકાઈ મિની            0.6          1.9
કડાણા                   20.6         30.9
સરદાર સરોવર - RBPH 251.2   757.1
સરદાર સરોવર - CHPH  36.2   134.3

કુલ ઉત્પાદન (મિલિયન યુનિટમાં) 308.7 1067.3

2019થી 2024 સુધીમાં રાજ્યનું સરેરાશ હાઇડ્રો પાવર ઉત્પાદન 4600 MU 

ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 4600 MU જેટલું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2022-23માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 6170.456 MU રહ્યું હતું, જે વર્ષ 2021-22ના 2629.059 MUની સરખામણીએ 134 ટકા વધુ છે. વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 4584.932 MU રહ્યું છે. 

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજનોને લીધે જ ગુજરાત આજે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, તેને લીધે સ્થિરતા-ટકાઉપણું, ઊર્જા સંક્રાંતિ અને નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ પગલાં લઈ શકાયા છે. રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણીય ઊર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. 

આ પણ વાંચો:   

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
યુવકે મહારાષ્ટ્રની 1700 ફૂટ ઊંડી ખીણમાં લગાવી મોતની છલાંગ, આ પહેલા વીડિયો બનાવી કરી આ ગંભીર વાત
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget