શોધખોળ કરો

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી 'આધારશિલા' અભ્યાસક્રમ શરૂ થશે. 3 થી 6 વર્ષના બાળકો માટે 4 કલાકનું નવું સમયપત્રક અને 'મારી વિકાસ યાત્રા' પુસ્તિકા મંજૂર કરાઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આંગણવાડીમાં 'આધારશિલા' અભ્યાસક્રમ શરૂ કરાશે, NEP 2020 અનુસરાશે.
  • રમત-ગમત દ્વારા જ્ઞાન, 3-6 વર્ષના બાળકો માટે 4 કલાક.
  • એક્ટિવિટી બુક, બેંક, અને કાર્યકરોની તાલીમનો સમાવેશ કરાયો.
  • સર્વાંગી વિકાસ ટ્રેકિંગ માટે 'મારી વિકાસ યાત્રા' પુસ્તિકા મંજૂર.

Aadharshila Curriculum Gujarat: ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-primary Education) ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ “આધારશિલા” (Aadharshila Curriculum) ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27 થી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં (Anganwadi) આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે.

સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી આંગણવાડીઓમાં (Anganwadi gujarat) શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે ‘રમત સાથે જ્ઞાન’ (Play-based Learning) અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે.

આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વયજૂથને ધ્યાનમાં રાખીને ખાસ ‘એક્ટિવિટી બુક’ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે ‘એક્ટિવિટી બેંક’ (Activity Bank) બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે.

બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) ના ટ્રેકિંગ માટે “મારી વિકાસ યાત્રા” નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.

આ અભ્યાસક્રમમાં ‘સમાવેશી શિક્ષણ’ (Inclusive Education) પર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે. બાળકના શિક્ષણમાં માતા-પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે ‘હોમ લર્નિંગ’ અને દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.

વર્ષ 2016 ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ (UNICEF) ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, એમ.એસ. યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને ‘પંચ કોષ’ ની સંકલ્પનાના આધારે આ ‘આધારશિલા’ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.

Frequently Asked Questions

ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે કયો નવો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે?

ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે

આધારશિલા અભ્યાસક્રમ કઈ ઉંમરના બાળકો માટે છે અને તેની દૈનિક સમયમર્યાદા શું છે?

આધારશિલા અભ્યાસક્રમ 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરાયો છે. આ બાળકો માટે દરરોજ 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.

નવા આધારશિલા અભ્યાસક્રમમાં શિક્ષણ પદ્ધતિ કઈ રહેશે?

આ અભ્યાસક્રમમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે 'રમત સાથે જ્ઞાન' અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે. આ માટે ખાસ એક્ટિવિટી બુક અને એક્ટિવિટી બેંક તૈયાર કરાઈ છે.

બાળકોના સર્વાંગી વિકાસ પર નજર રાખવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે?

બાળકોના સર્વાંગી વિકાસના ટ્રેકિંગ માટે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Embed widget