શોધખોળ કરો

Digital Voter ID Card: વોટર આઈડી કાર્ડને સ્માર્ટફોનમાં સરળતાથી કરો ડાઉનલોડ ! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે.

Voter ID Card Download:  આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. વિધાનસભા માટે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. ભારતીય ચૂંટણી પંચ (ECI) આ વખતની વિધાનસભા ચૂંટણી પહેલા નાગરિકોને ઓનલાઈન વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપી રહ્યું છે.

આ ડિજિટલ વોટર આઈડી કાર્ડ સામાન્ય મતદાર આઈડી કાર્ડ જેટલું જ માન્ય છે. જો તમે ચૂંટણી પહેલા તમારા સ્માર્ટફોનમાં તમારું ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આ સાથે, ધ્યાનમાં રાખો કે તમે તેનો ID પ્રૂફ તરીકે કોઈપણ સમયે ઉપયોગ કરી શકો છો-

ઈ-વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ

ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://www.nvsp.in/ પર ક્લિક કરો અને ત્યાં E-EPIC કાર્ડ વિકલ્પ પસંદ કરો.

જો તમે નવા યુઝર છો તો તમારે પહેલા લોગીન અથવા રજીસ્ટ્રેશન કરવું પડશે.

આ પછી તમે E-EPIC ડાઉનલોડ વિકલ્પ પસંદ કરો.

આગળ તમારે EPIC નંબર અથવા રેફરન્સ નંબર દાખલ કરવો પડશે.

આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને અહીં દાખલ કરો.

આ પછી તમને E-EPIC ડાઉનલોડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.

આ પછી તમને સ્માર્ટફોનમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થશે.

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર ઈ-વોટર કેવી રીતે ડાઉનલોડ કરવું-

જો તમારો નંબર રજિસ્ટર્ડ છે, તો આ માટે તમારે પહેલા ઈ-કેવાયસી કરાવવું પડશે.

આ માટે, તમારે પહેલા ફેસ લાઈવનેસ વેરિફિકેશન પાસ કરવું પડશે.

તમારો મોબાઈલ નંબર અહીં અપડેટ કરો.

આ પછી તમે ઉપર જણાવેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી E-EPIC ડાઉનલોડ કરી શકો છો.

મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની બીજી રીત-

આ માટે તમારે પહેલા http://voterportal.eci.gov.in/ અથવા http://electoralsearch.in ની વેબસાઈટ પર જાવ અને પહેલા મતદાર યાદીમાં જઈને નામ સર્ચ કરો. આ પછી તમારો EPIC નંબર નોંધી લો. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી તમારું ઈ-વોટર આઈડી કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Embed widget