(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022 Live: બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ થયા શાંત, 5 ડિસેમ્બરે મતદાન
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થ
LIVE
Background
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 93માંથી ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી. બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે.
અગાઉ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 13 અનુસૂચિત જાતિ માટે, 27 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વખતે રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 8મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે.
પીએમ મોદીએ 3 મોટા રોડ શો કર્યા
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અનેક રેલીઓને સંબોધી હતી. PM મોદીએ શુક્રવારે 31 થી વધુ રેલીઓને સંબોધિત કરી અને ત્રણ મોટા રોડ-શોનું નેતૃત્વ કર્યું, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટેના તેમના પ્રચારનું સમાપન કર્યું.
પીએમ મોદીના રોડ શોને લઈને બીજેપી નેતાએ આ દાવો કર્યો છે
પીએમ મોદીના જનસંપર્કની એક વિશેષતા એ અમદાવાદમાં તેમનો રોડ શો હતો, જેને ભાજપના સૂત્રોએ દેશમાં સૌથી લાંબો અને સૌથી મોટો ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તે લગભગ 50 કિલોમીટરનો રોડ શો હતો અને તે શહેરની 13 વિધાનસભા બેઠકો અને ગાંધીનગરની એક વિધાનસભા બેઠક પરથી પસાર થયો હતો. બીજેપીના એક નેતાએ દાવો કર્યો, "લોકોનો ઉત્સાહ અને સ્નેહ સ્પષ્ટ હતો, કારણ કે અંતર કાપવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. પ્રતિસાદ અમારી અપેક્ષાઓ કરતાં વધુ હતો અને અમે માનીએ છીએ કે 10 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી."
ગુજરાતમાં ત્રીજા પક્ષને અવકાશ નથી: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકી
અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો 2012ને યાદ કરવા માટે વોટ્સએપ પર એકબીજાને મેસેજ કરી રહ્યા છે. 2012માં મતોનું વિભાજન થયું અને જમાલપુરમાં ભાજપની જીત થઈ. મુસલમાનોના મનમાં એક વાત છે કે મતોનું વિભાજન ન થવું જોઈએ અને જે જીતવા જઈ રહ્યો છે તેને જીતાડવો જોઈએ. ઈમામે આમ આદમી પાર્ટી અંગે કહ્યું કે, ગુજરાતમાં ત્રીજા પક્ષને અવકાશ નથી. અગાઉ પણ લોકો આવ્યા હતા પણ જીત્યા નહોતા. ભાજપના વિરુદ્ધમાં તો મત આપો જ છો, જો હવે તમે કોંગ્રેસ સાથે પણ દુશ્મની વહોરી લેશો તો તમારી સાથે થશે? ઓવૈસીના ચાર-પાંચ ધારાસભ્યો જીતશે તો પણ વિધાનસભામાં શું કરશે? યુપીમાં ઓવૈસીની રેલીમાં ઘણી ભીડ હતી, પરંતુ જ્યારે બોક્સ ખોલ્યું તો તે શૂન્ય હતું. ભાજપ સરકાર બનાવશે, પછી તે જીતે કે હારે.
બીજા તબક્કામાં શહેરી વિસ્તારોના મતદારોને મતદાનની અપીલ
Appeal to people in urban areas to vote as voter turnout in urban areas is low. Total number of candidates in second phase of Gujarat Assembly elections is 833, political parties-61, polling locations-14,975, polling stations-26,409, polling staff-1,13,325: Gujarat CEO P Bharathi pic.twitter.com/kB1RVyLOVk
— ANI (@ANI) December 3, 2022
લુણાવાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવારે ઘોડા પર સવાર થઈ કર્યો પ્રચાર
લુણાવાડા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ઘોડે ચઢીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા.ઘોડા પર સવાર થઈ ઘોડાને ડાન્સ કરાવતો તેમનો વીડિયો વાયરલ થયો છે. પોતાના સમર્થકો અને કૉંગ્રેસના કાર્યકરો સાથે ઘોડા પર સવાર થઈ મતદારોનું સમર્થન મેળવવા રેલી સ્વરૂપે ગામડે ગામડે તેઓ પહોંચ્યા હતા. લુણાવાડા વિધાનસભા બેઠકના વિરણીયા વિસ્તારમાં સરકારી ચમાંરીયા તેમજ આસપાસના ગામોમાં ગુલાબસિંહે પ્રચાર કર્યો હતો. ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના મતદારો સુધી પહોંચવા તેમજ મતદારોને આકર્ષિત કરવા અવનવા કિમીયા અપનાવતા જોવા મળી રહ્યા છે.
દિનુ મામાનું શક્તિ પ્રદર્શન
વડોદરાના પાદરામાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિનેશ પટેલે શક્તિ પ્રદર્શન કર્યું છે. ચૂંટણી પડઘમ શાંત થાય તે પૂર્વે જ પાદરામાં મોટું શકિત પ્રદર્શન યોજતા રાજકીય ગરમાવો આવી ગયો છે. દિનેશ પટેલના આયોજનમાં હજારોની ભીડ ભેગી થઈ હતી. પાદરા નગરમાં દિનુમામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગુજરાત ચૂંટણીને લઈ ઓવૈસીએ શું કહ્યું...
#Gujaratpolls2022| We are fighting for 13 seats in Vidhan Sabha and our focus is on winning those seats and not bothered about what’s happening in other areas. People gave a very positive response during the campaigning so we hope to win those seats: Asaduddin Owaisi, AIMIM Chief pic.twitter.com/9J3MyoiUvi
— ANI (@ANI) December 3, 2022