Gujarat Election 2022: ઉત્તર ગુજરાતના આ દિગ્ગજ નેતાએ ભાજપ સાથે છેડો ફાડી નોંધાવી અપક્ષ ઉમેદવારી, સમર્થનમાં ઉમટ્યા હજારો લોકો
Gujarat Election 2022: માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ધાનેરા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. ઇતર સમાજના આગેવાન તરીકે માવજી દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનારા મતદાન માટે આજે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. આ દરમિયાન આજે ભાજપના આગેવાન માવજી દેસાઈએ ભાજપથી છેડો ફાડી અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. માવજીભાઈ દેસાઈએ જાહેર સભા અને રેલી યોજી ધાનેરા નાયબ કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. માવજીભાઈ દેસાઈના સમર્થમનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ધાનેરા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. ઇતર સમાજના આગેવાન તરીકે માવજી દેસાઈએ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર ભાજપે ભગવાનભાઈ ચૌધરી અને કોંગ્રેસે નાથાભાઈ પટેલને ટિકિટ આપી છે.
રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો
એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલાંક લોકો સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમરેલીના જાફરાબાદમાં મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી 10,000ની લાંચ લેતા રંગે હાથ ACB ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રેતીનું ટ્રેક્ટર ચલાવવા માટે લાંચ માંગી હતી. અમરેલી એસીબી ટીમ દ્વારા તલાટી મંત્રી ઉપર સફળ ટ્રેપ કરવામાં આવી હતી. 2022 વિધાનસભા ચૂંટણી સમયે રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમારે તમે તૈયાર છો ને ? યોગેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.
શું કહ્યું યોગેશ પટેલે
યોગેશ પટેલે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો .
યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું
ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.
યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે, આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે.