Gujarat Assembly Elections 2022: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યુ જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
Aam Aadmi Party:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે.
![Gujarat Assembly Elections 2022: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યુ જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ Gujarat Assembly Elections 2022 AAP Releases First List of Candidates For Gujarat Assembly Elections Gujarat Assembly Elections 2022: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યુ જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/02/7fab9675f4f204e471e3838b5822c4491659428807_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની ગઈ છે. સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.
જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
- ભેમાભાઈ ચૌધરી- દિયોદર
- જગમલવાળા - સોમનાથ
- અર્જુન રાઠવા- છોટા ઉદેપુર
- સાગર રબારી - બેચરાજી
- વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય
- રામ ધડૂક - કામરેજ
- શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ
- સુધીર વાઘાણી - ગારિયાધાર
- રાજેન્દ્ર સોલંકી - બારડોલી
- ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)
- રાજકોટ મનપામાં વિપક્ષ નેતાની ફરજ બજાવી ચુક્યા છે વશરામ સાગઠીયા
રાજકોટ વિધાનસભા 71ની સીટ પરથી આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે. સાગઠિયાનું મૂળ ગામ બોટાદનું પાળીયાદ છે. વશરામ સાગઠીયા રાજકોટ મનપામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2017માં પણ આજ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વશરામ સાગઠીયા દલિત નેતા તરીકે છાપ ધરાવે છે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરીશ્રી ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયાની મહત્વપૂર્ણ મૂદ્દે પ્રેસ મીડિયાને સંબોધન #LIVE https://t.co/QvSTNuClS7
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 2, 2022
Aam Aadmi Party (AAP) releases the first list of ten candidates for the Gujarat Assembly elections to be held this year. pic.twitter.com/LJ5Qkxk8Lh
— ANI (@ANI) August 2, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)