શોધખોળ કરો

વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક

ગોપાલ ઇટાલિયાએ પોતાના BA.LLB હોવાનો ગર્વ કર્યો, તો સામે જીતુ વાઘાણીએ કેશુબાપાનો દાખલો આપ્યો; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કટાક્ષ - "શું LLBમાં કોઈને જૂતું મારવાનું શીખવાડે છે?"

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગોપાલ ઇટાલિયા અને ભાજપ નેતાઓ વચ્ચે શૈક્ષણિક લાયકાત પર ઉગ્ર ચર્ચા.
  • ઇટાલિયાએ BA.LLB હોવાનો ગર્વ વ્યક્ત કરતા, ભાજપે '8 પાસ' કહ્યું.
  • જીતુ વાઘાણીએ કેશુભાઈ પટેલનું ઉદાહરણ આપી ઇટાલિયાને યાદ અપાવ્યું.
  • હર્ષ સંઘવીએ LLBના અભ્યાસ અને જૂતા મારવાની ઘટના પર કટાક્ષ કર્યો.

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં અવારનવાર નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળતું હોય છે. પરંતુ, આજે ગૃહનું વાતાવરણ ત્યારે અચાનક ગરમાઈ ગયું જ્યારે ચર્ચાનો મુદ્દો લોકોના પ્રશ્નોથી ભટકીને નેતાઓની શૈક્ષણિક લાયકાત એટલે કે 'ભણતર' પર પહોંચી ગયો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ વચ્ચે 'ધોરણ-૮ પાસ' અને કૉલેજની ડિગ્રીના મુદ્દે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ચર્ચામાં શિક્ષણના અહંકાર સામે રાજકીય સંસ્કારો અને અનુભવની વાતોએ જોર પકડ્યું હતું.

ડિગ્રીનો ગર્વ અને '8 પાસ' નો કટાક્ષ

સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં પોતાના શિક્ષણને લઈને એક નિવેદન આપ્યું. તેમણે અત્યંત ગર્વભેર અને થોડા આક્રમક અંદાજમાં કહ્યું કે, "હું ગ્રેજ્યુએટ છું. મેં માત્ર સામાન્ય અભ્યાસ નથી કર્યો, પરંતુ હું BA.LLB સુધી ભણેલો છું. મને મારા ભણતર પર ગર્વ છે અને હું કંઈ 8 પાસ નથી." તેમનો આ સીધો ઈશારો કોની તરફ હતો તે સ્પષ્ટ ન હોવા છતાં, આ નિવેદને સત્તાધારી પક્ષના નેતાઓને રોષે ભરાયા હતા.

જીતુ વાઘાણીનો ભાવનાત્મક પલટવાર

ગોપાલ ઇટાલિયાના આ 'ડિગ્રીના ગર્વ' વાળા નિવેદનનો ભાજપના નેતા જીતુ વાઘાણીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. વાઘાણીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર સમાજના દિગ્ગજ નેતા સ્વ. કેશુભાઈ પટેલ (કેશુબાપા) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આપણા કેશુબાપા માત્ર 4 ચોપડી જ ભણેલા હતા, છતાં તેમનું વિઝન મોટું હતું." વાઘાણીએ ઇટાલિયાને ભૂતકાળ યાદ દેવડાવતા ચોખ્ખું સંભળાવ્યું કે, "જ્યારે ગોપાલ ઇટાલિયાને રાજકારણમાં પોતાનું સ્થાન જમાવવાની જરૂર પડી, ત્યારે તેઓ જઈને આ જ 4 પાસ કેશુબાપાના ચરણોમાં પડી તેમના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે કેશુબાપા ઓછું ભણ્યા હતા તેમાં તેમને કોઈ જ વાંધો નહોતો આવ્યો, તો આજે આ 8 પાસનું મહેણું શા માટે?"

હર્ષ સંઘવીનો ધારદાર કટાક્ષ: 'શું LLBમાં જૂતું મારવાનું શીખવાડે છે?'

આ શાબ્દિક યુદ્ધમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઝંપલાવ્યું અને ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા. સંઘવીએ ઇટાલિયાના કાયદાના અભ્યાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ગૃહમાં આજે અમુક કહેવાતા 'ભણેલા-ગણેલા' લોકો બેઠા છે. આ ગ્રેજ્યુએટ અને BA, LLB થયેલા સભ્યોના સિલેબસમાં શું આવતું હશે તે જ મોટો સવાલ છે. શું LLBના કોઈ પુસ્તકમાં એવું લખ્યું છે કે કોઈની પર જૂતું મારવું જોઈએ?" હર્ષ સંઘવીએ કાયદાના શાસનની વાત કરતા ઉમેર્યું કે, "જ્યારે તમે પોતે કાયદાની વાતો કરતા હોવ, ત્યારે કોઈ વ્યક્તિ પર જૂતું તો ન જ ફેંકાય." અંતમાં તેમણે આમ આદમી પાર્ટીની નેતાગીરી પર સીધો પ્રહાર કરતા ટોણો માર્યો કે, "ગૃહમાં મૂળ મુદ્દાને કઈ રીતે ડાયવર્ટ કરવો અને ચર્ચાને કઈ રીતે ભટકાવવી, તેની સ્પેશિયલ ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી જ મળતી લાગે છે."

Frequently Asked Questions

વિધાનસભામાં ચર્ચાનો મુદ્દો ક્યાંથી ભટકીને ક્યાં પહોંચ્યો?

વિધાનસભામાં ચર્ચા લોકોના પ્રશ્નોથી ભટકીને નેતાઓની શૈક્ષણિક લાયકાત એટલે કે 'ભણતર' પર પહોંચી ગઈ હતી.

આમ આદમી પાર્ટીના કયા નેતાએ પોતાના શિક્ષણ અંગે નિવેદન આપ્યું?

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં પોતાના શિક્ષણ અંગે ગર્વભેર નિવેદન આપ્યું હતું.

ગોપાલ ઇટાલિયાના નિવેદન પર ભાજપના કયા નેતાઓએ પ્રતિક્રિયા આપી?

ગોપાલ ઇટાલિયાના નિવેદન પર ભાજપના નેતાઓ જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી.

જીતુ વાઘાણીએ ગોપાલ ઇટાલિયાને શું યાદ અપાવ્યું?

જીતુ વાઘાણીએ ગોપાલ ઇટાલિયાને સ્વ. કેશુભાઈ પટેલનો ઉલ્લેખ કરીને યાદ અપાવ્યું કે જ્યારે તેમને રાજકારણમાં સ્થાન જમાવવાની જરૂર હતી ત્યારે તેઓ કેશુબાપાના આશીર્વાદ લેવા ગયા હતા.

હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાના કયા અભ્યાસ પર સવાલ ઉઠાવ્યો?

હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાના કાયદાના અભ્યાસ (BA.LLB) પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે શું તેમાં જૂતું મારવાનું શીખવાડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Embed widget