શોધખોળ કરો

Gujarat 300 kg drugs seized: ગુજરાત ATSની મોટી સફળતા, દરિયાઈ સીમામાંથી ઝડપાયું 300 કિલો ડ્રગ્સ

Gujarat 300 kg drugs seized: ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાતની દરિયાઈ સીમામાંથી 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

Gujarat 300 kg drugs seized:ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાંથી 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને જોઈને તસ્કરો આ ડ્રગ્સ છોડીને ફરાર થઈ ગયા હતા. તેની કિંમત 1800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

 ગુજરાતમાં ફરી એકવાર દરિયાઈ માર્ગે આવતા ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ ઝડપાયું છે. ગુજરાતમાં અરબી સમુદ્રમાંથી 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા મળી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ 12-13 એપ્રિલ 25 ની રાત્રે ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠે IMBL માંથી રૂ. 1800 કરોડની કિંમતના 300 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું.

 જેને દરિયામાં ફેંકીને તસ્કરો નાસી છૂટ્યા હતા

ICG જહાજને જોતાં, દાણચોરોએ પ્રતિબંધિત સામગ્રીને દરિયામાં ફેંકી દીધી અને IMBL પાર કરી ભાગી ગયા. કોસ્ટગાર્ડના જવાનો દ્વારા દરિયામાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું અને વધુ તપાસ માટે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યું હતું. ડ્રગ્સના આટલા મોટા જથ્થાની જપ્તી એ ડ્રગ્સની હેરાફેરી સામે સરકારી એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલનનો પુરાવો છે. ગુજરાત ATS પ્રેસ કોન્ફરન્સમાં આ મોટી સફળતાનો ખુલાસો કરશે. અગાઉ પણ ગુજરાતમાં એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપ્યું હતું.

આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું... આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલું ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું આવ્યું સામે.... 13 એપ્રિલની રાત્રે બોટને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક અટકાવી હતી... જેની તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું હતું.. જોકે, બોટની રાષ્ટ્રીયતા અને ક્રૂની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે શેર કરવામાં આવી નથી.એક વર્ષ પહેલાં એપ્રિલ 2024માં પણ કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપાયો હતો, જેની બજારકિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીને પણ ઝડપ્યા હતા.                                                         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget