શોધખોળ કરો
મહેસાણામાં આતંકવાદી હુમલાના કાવતરાનો સૂત્રધાર દાઉદનો સાથી 24 વર્ષે ઝડપાયો, જાણો 1996માં તેણે શું કરેલું ?
મહેસાણામાં 1996માં શસ્ત્રો ઉતારવાના કેસના ફરાર આરોપી અબ્દુલ મજીદ કુટ્ટીને ઝડપી લઈ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી સફળતા મેળવી છે.

દાઉદ ઈબ્રાહિમ(ફાઈલ ફોટો)
અમદાવાદઃ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી સફળતા મેળવીને કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમના સાથીની ધરપકડ કરી છે. મહેસાણામાં 1996માં શસ્ત્રો ઉતારવાના કેસના ફરાર આરોપી અબ્દુલ મજીદ કુટ્ટીને ઝડપી લઈ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી સફળતા મેળવી છે. મહેસામામાંથી 1996માં પાકિસ્તાન બનાવટની 124 પિસ્ટલ, 750 કારતુસ, 4 કિલો RDX અને અઢી કરોડના વિસ્ફોટકો કબ્જે થયા હતા. આ કેસના મુખ્ય આરોપી હથિયાર પહોચાડનાર અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ 1997માં પ્રજાસત્તાક દિવસે આતંકવાદી હુમલા માટે આ શસ્ત્રો ઉતારાયાં હતાં. આ વિસ્ફોટક જથ્થોનો મોકલવામાં સંડોવાયેલા અબ્દુલ મજીદ કુટ્ટીની ઝરપકડ પહેલાં ઝડપાઈ ચૂકેલા મહોમ્મદ ફઝલ અને કુરેશી શકલના કારણે થઈ છે. તેમની પૂછપરછ માં અત્યારે પકડાયેલા આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી અને દાઉદની સંડોવણી બહાર આવી હતી. અબ્દુલ મજીદ કુટ્ટીને ગઈ કાલે ઝારખંડ ના જમશેરપુર માંથી ઝડપી લેવાયો છે. અબ્દુલ મજીદ કુટ્ટી દાઉદ , છોટા શકીલ , છોટા રાજન જેવા ગેંગસ્ટરને મળેલો છે.
વધુ વાંચો




















