ગુજરાત ATSને મળી મોટી સફળતા, બેંગલુરુમાંથી મહિલા આતંકીની ધરપકડ
ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી. મળતી જાણકારી અનુસાર, બેંગલુરુમાંથી મહિલા આતંકીની ATSએ ધરપકડ કરી હતી

ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી. મળતી જાણકારી અનુસાર, બેંગલુરુમાંથી મહિલા આતંકીની ATSએ ધરપકડ કરી હતી. 30 વર્ષીય શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. શમા પરવીન પાકિસ્તાનના અનેક લોકો સાથે સંપર્કમાં હતી. ઓનલાઈન ટેરર મોડ્યૂલ તોડવામાં ગુજરાત ATSને સફળતા મળી હતી. અગાઉ પણ ચાર આતંકીઓની ધરપકડ કરી હતી. ગુજરાત ATS ને અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ કેસમાં મોટી સફળતા મળી છે. ગુજરાત ATS એ બેંગલુરુથી અલ કાયદાના આતંકવાદી મોડ્યુલની એક મહિલા આતંકવાદીની ધરપકડ કરી છે. કર્ણાટકની રહેવાસી શમા પરવીન અલ કાયદાના સમગ્ર મોડ્યુલનું સંચાલન કરતી હતી. આ મહિલા આતંકવાદીની ગુજરાત ATS દ્વારા કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી છે. આ સંદર્ભે પૂછપરછ ચાલી રહી છે.
Ahmedabad | Gujarat ATS arrested a woman named Sama Parveen (30) from Bengaluru, who was associated with Al Qaeda. Earlier, three terrorists were arrested: Sunil Joshi, DIG Gujarat ATS
— ANI (@ANI) July 30, 2025
(Pic Source: Gujarat ATS) pic.twitter.com/uzjK6LKpIo
30 વર્ષીય શમા પરવીન AQIS ની મુખ્ય મહિલા આતંકવાદી છે. ધરપકડ કરાયેલ મહિલા આતંકવાદી શમા પરવીન ઝારખંડ મૂળની છે. પરંતુ હાલમાં બેંગલુરુમાં રહેતી હતી. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ રડાર પર હતું. અગાઉ, આ મોડ્યુલના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાંથી બે, નોઈડાથી એક અને દિલ્હીથી એકની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલા આતંકવાદીની ધરપકડ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ તોડવામાં સફળ રહી છે. ગુજરાત ATSને અભિનંદન. ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મહિલા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પાકિસ્તાનના લોકો સાથે સીધી સંપર્કમાં હતી.
અગાઉ, ગુજરાત ATS એ અલ કાયદા સાથે જોડાયેલા એક ખતરનાક મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બેની ગુજરાતમાંથી, એક નોઈડાથી અને એક દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મોડ્યુલ અગાઉ ખુલાસો થયેલા આતંકવાદી નેટવર્કથી સંપૂર્ણપણે અલગ હતું. જેના કારણે તેને ડીકોડ કરવામાં સમય લાગ્યો. તેનું કોઈ સ્પષ્ટ લક્ષ્ય કે હુમલાની તારીખ નહોતી, જેના કારણે તેનો હેતુ અને કામગીરી સમજવી મુશ્કેલ બની હતી. ધરપકડ કરાયેલા ચાર શંકાસ્પદોની ઓળખ દિલ્હી નિવાસી મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન, અમદાવાદ નિવાસી મોહમ્મદ ફરદીન, મોડાસાના રહેવાસી સૈફુલ્લાહ કુરેશી અને નોઈડા નિવાસી ઝીશાન તરીકે થઈ છે. તે બધા સામાન્ય પરિવારોના છે અને રેસ્ટોરન્ટ, દુકાનો કે ફર્નિચરની દુકાનોમાં કામ કરતા હતા.





















