ગુજરાતમાં ભાજપના મહિલા સાંસદને લાગ્યો કોરોનાનો ચેપ, થયા હોમ આઇસોલેટ
વે જામનગરના ભાજપના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે જામનગરના ભાજપના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમને કોરાના થતાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
After initial symptoms, I got myself tested and my report is Covid positive. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. Requesting all those who have come in contact with me to get tested.
— Poonamben Maadam (@PoonambenMaadam) January 19, 2022
આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત થયા છે. બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલ કોરોનાની પહેલી લહેરમાં પણ સંક્રમિત થયા હતા. શેહઝાદ ખાન પઠાણના પદગ્રહણ કાર્યક્રમમાં હિંમતસિંહ પટેલ હાજર હતા. ડોકટરની સલાહ મુજબ હિંમતસિંહ પટેલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના પણ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ પ્રતિ મિનિટે કેટલા કેસ નોંધાઈ રહ્યા છે? એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસ થયા બમણા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ સ્થિતિમાં ગુજરાતમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસો બમણા થઈ ગયા છે.
ગુજરાતના રેકોર્ડબ્રેક દૈનિક કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119 કેસ નોંધાયા છે. બીજી તરફ 7883 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563, વડોદરા કોર્પોરેશનમાં 1539, રાજકોટ કોર્પોરેશનમાં 1336, સુરતમાં 423, ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં એક દર્દીનું મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 415 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8068 લોકોને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 57420 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 67229 લોકોને અપાયો છે. આજે કુલ 3,17,089 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,53,79,500 લોકોને રસી અપાઈ છે.