શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલ મંગળવારથી સૌરાષ્ટ્રના 4 દિવસના પ્રવાસે, જાણો પાટીદારોની કઈ મોટી સંસ્થાના ટ્રસ્ટીઓને મળશે ?
સી.આર. પાટીલ 18 ઓગસ્ટ ને મંગળવારે રાત્રે અમદાવાદથી પાટીલ સૌરાષ્ટ્ર જવા રવાના થશે. 19 ઓગસ્ટે સવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મંગળવારથી ચાર દિવસનાં સૌરાષ્ટ્ર પ્રવાસે જશે અને આ દરમિયાન તે લેઉઆ પાટીદારોની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટીઓને મળવાના છે. પાટીલ સોમનાથ નાં દર્શન કર્યા બાદ સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત કરશે.
સી.આર. પાટીલ 18 ઓગસ્ટ ને મંગળવારે રાત્રે અમદાવાદથી પાટીલ સૌરાષ્ટ્ર જવા રવાના થશે. 19 ઓગસ્ટે સવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથમાં સાગર દર્શન હોટેલ ખાતે પાટીલનું સ્વાગત થશે. પાટીલ ભાજપના સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને બપોર 2 વાગ્યા બાદ જૂનાગઢ જશે.
પાટીલ જૂનાગઢનાં ઉમિયા માતા મંદીર ગાઢીંલા મંદિરે દર્શને જશે. 19 મીએ રાત્રે જૂનાગઢ ખાતે સી આર પાટીલ જૂનાગઢ શહેર ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને બીજા દિવસે એટલે કે 20 મી એ સી આર પાટીલ સ જૂનાગઢ જિલ્લા ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
પાટીલ બપોર બાદ જૂનાગઢ થી નીકળી જેતપુર થઈ ને 3 વાગ્યા ખોડલધામ જશે. ખોડલધામનાં ટ્રસ્ટીઓ સાથે બેઠક થશે. સાંજે સી.આર. પાટીલ રાજકોટ પહોંચશે જ્યાં તેમનુ સ્વાગત કરવામાં આવશે. 21મી એ રાજકોટ શહેર ભાજપ નાં પદાધિકારીઓ સાથે બેઠક થશે. 21મી ઓગસ્ટેરાત્રિ રોકાણ ચોટીલા ખાતે કરવામાં આવશે. 22 મીએ ઝાંઝરકા મંદીર જશે જયાં પાર્ટીનાં પદાધિકારીઓ સાથે બેઠક કરશે. પાટીલ ધંધુકા ભાજપ નાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજાશે અને બગોદરા અને બાવળા ખાતે પણ સી આર પાટીલનું સ્વાગત થશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement