શોધખોળ કરો

C.R. પાટીલનો રૂપાણી સરકાર સામે મોરચો, કાર્યકરોને કહ્યુઃ હવે સ્વર્ણિમ સંકુલ કે વિધાનસભાના ધક્કા ખાવા પડે તો મને સીધો ફોન કરજો....

પાટીલે કાર્યકરોને સંબોધન વખતે કહ્યું કે, કાર્યકર ભાજપના પાયામાં છે અને કાર્યકર ગાંધીનગર ધક્કા ખાય એ નહીં ચલાવી લેવાય.

જૂનાગઢઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે ગુજરાતની રૂપાણી સરકાર અને સરકારના મંત્રીઓને ખુલ્લી ચીમકી આપતાં કહ્યું છે કે, ભાજપનો કાર્યકર ગાંધીનગર ધક્કા ખાય એ નહીં ચલાવી લેવાય અને હવે રાજ્ય સરકારના મંત્રીઓએ કાર્યકરોને સાંભળવા પડશે. પાટીલે કાર્યકરોને કહ્યું છે કે, તમારે સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં ધક્કા ખાવાના થાય તો મને સીધો ફોન કરી શકો છો. સી.આર. પાટીલે એવી પણ જાહેરાત કરી છે કે, હવેથી અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર રાજ્ય સરકારના મંત્રી હવે ભાજપના મુખ્યાલય કમલમમાં બેસશે. આવતા એકાદ અઠવાડિયામાં આ કામગીરી ચાલુ થશે. જૂનાગઢમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકરોને સંબોધન વખતે કહ્યું કે, કાર્યકર ભાજપના પાયામાં છે અને કાર્યકર ગાંધીનગર ધક્કા ખાય એ નહીં ચલાવી લેવાય. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના મંત્રીઓને ભાજપના મુખ્યમથક કમલમમાં બેસીને કાર્યકરોના પ્રશ્ન-રજૂઆતો સાંભળવા તથા તેનો ઉકેલ લાવવા સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત પહેલાં જ આદેશ આપી દીધો હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે. સી.આર.પાટીલ સમક્ષ ભાજપના કાર્યકરો નારાજ હોવાની રજૂઆત કરાતાં તેમણે કાર્યકરોને મનાવવાના બહાને મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ આપ્યો હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે. એક ટોચના ગુજરાતી અખબારમાં દાવો કરાયો હતો કે, ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય પણ કાર્યકરો ભાજપથી અત્યંત નારાજ છે કારણે કે પક્ષપલટો કરીને આવેલાં કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બન્યા છે જયારે પક્ષ માટે વર્ષોથી પરસેવો પાડતાં કાર્યકરોનો માત્ર ચૂંટણીમાં પોસ્ટર લગાડવા અને જાહેરસભામાં ખુરશી ગોઠવવાનાં કામ કરવા માટે જ ઉપયોગ કરાય છે. આ ઉપરાંત એવી ફરિયાદો પણ ઉઠી છે કે,રૂપાણી સરકારના મંત્રીઓ કાર્યકરોને જ મળતા નથી અને કાર્યકરોના મત વિસ્તારના હોય કે અન્ય લોકહિતનાં હોય પણ કોઈ કામો થતા નથી. આ અહેવાલમાં દાવો કરાયો છે કે, ભાજપના કાર્યકરો સચિવાલયમાં જાય તો કોઇ ભાવ આપતું નથી અને તેના કારણે 20 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં ભાજપનુ શાસન છે છતાંય અમુક મત વિસ્તારોમાં તો હજુય ભાજપની સ્થિતી અત્યંત નબળી છે. આ મત વિસ્તારો હદુય કોંગ્રેસના ગઢ સમાન છે. આવા વિસ્તારોમાં ભાજપ જનાધાર ગુમાવી રહ્યો છે એવી ફરિયાદોને પગલે પાટીલે મંત્રીઓને જ કમલમમાં બેસાડવા નક્કી કર્યુ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement

વિડિઓઝ

Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Gujarat Rain Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Demolition Protest : અમદાવાદમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
Amit Chavda : 8 સપ્ટેમ્બર સુધીમાં શ્વેતપત્ર જાહેર કરો, વિધાનસભાનો ઘેરાવ કરીશું... દિલ્લી કૂચ કરીશું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
130 કિમી રેન્જ અને શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ થયું Odysse Sun ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો કિંમત
છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?
છોકરામાંથી છોકરી બનેલી અનાયાને સલમાન ખાન તરફથી મળી ઓફર! શું બિગ બોસ 19 માં બતાવશે જલવો?
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: ચાર સિસ્ટમ થઈ ગઈ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget