ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે ? શિક્ષણ મંત્રી ચુડાસમાએ શું કરી મોટી જાહેરાત ?
વડોદરા આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.
ગાંધીનગરઃ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને ધોરણ-10ની પરીક્ષા રદ કરી દીધી છે. તેમજ ધોરણ-10ના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. હવે ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજવી કે નહીં કે પછી 10 બોર્ડની જેમ માસ પ્રમોશન આપવું જોઇએ કે નહીં તે મુદ્દે બેઠક મળી હતી.
આ બેઠકમાં સર્વાનુમતે ધોરણ-12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાનો પણ નિર્ણય કરાયો હતો.
વડોદરા આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ધોરણ-12માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે. તેમણે ઉમેર્યું હતું કે, માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઇ શકે છે. આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.