શોધખોળ કરો

Gujarat Budget 2022-23 : સુરેન્દ્રનગરમાં બનશે આર્યુવેદિક કોલેજ, આરોગ્ય ક્ષેત્રે સરકારે બીજી શું કરી જાહેરાત?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂપિયા ૧૨,૨૪૦ કરોડની જોગવાઇ. સુરેન્‍દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે  રૂપિયા ૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગાંધીનગરઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂપિયા ૧૨,૨૪૦ કરોડની જોગવાઇ.  તબીબી શિક્ષણનો વ્યાપ વધારી વધુ ડોકટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં ૩૧ મેડીકલ કોલેજ કાર્યરત છે. જેમાં ૫૭૦૦ એમ.બી.બી.એસ.ની અને ૨૦૦૦ પી.જી.ની સીટો ઉપલબ્ધ છે. હાલ બીજી ૫ મેડીકલ કોલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળીયા અને વેરાવળ ખાતે નવી મેડીકલ કોલેજો શરૂ કરવામાં આવશે. સુરેન્‍દ્રનગર ખાતે આયુર્વેદ કોલેજ શરૂ કરવાનું આયોજન છે. જેના માટે  રૂપિયા ૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનનાં બાંધકામ માટે જોગવાઇ રૂપિયા ૧ કરોડ.  કામદાર રાજ્ય વીમા યોજનાનાં દવાખાનાઓમાં નોંધાયેલ ન હોય તેવા લોકો પણ હવે આરોગ્ય સુવિધા સાથે સરકારી હોસ્પિટલના ધોરણે નિ:શુલ્ક દવાઓ મેળવી શકે તે માટે જોગવાઇ `૫ કરોડ.  ખોરાક અને ઔષધ નિયમનતંત્ર હેઠળ ટેસ્ટીંગનો વ્યાપ વધારવા સુરત ખાતે નવી લેબોરેટરી સ્થાપવામાં આવશે. જે માટે જોગવાઇ `૩ કરોડ. સસ્તાદરે ઉત્કૃષ્ટ ગુણવત્તાની દવાઓ મળી રહે તે માટે જેનરીક સ્ટોરને પ્રોત્સાહન માટે જોગવાઇ `૨ કરોડ.

સામાજિક અને આર્થિક વિકાસ, તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક પ્રાથમિક જરૂરિયાત છે. પ્રાથમિક સેવાઓથી માંડી ગંભીર રોગોના કિસ્સામાં લોકોને સહેલાઇથી ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ  કરાવવા જોગવાઇ ૪૫ કરોડ.   કિશોરીઓમાં આયર્ન તત્ત્વની ઊણપના કારણે એનીમીયાનું પ્રમાણ જોવા મળે છે. આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું મોનીટરીંગ કરવા તેમજ આયર્ન તત્ત્વની ઊણપ દૂર કરવા તેમને આયર્ન સુક્રોઝના ઇન્‍જેકશન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઇ ૫ કરોડ.  બાળકોને સઘન પોષણ આપવા બાલ-અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઇ ૨૦ કરોડ.  નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ૯૦ ખિલખિલાટ વાહનો ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઈ રૂપિયા ૫ કરોડ. 

સગર્ભા માતાઓ અને બાળકોને પોષણ સહાય આપવા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે જોગવાઈ  રૂપિયા ૧૫૦ કરોડ.  શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદૃઢ કરવા સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવેલ છે. આ વિસ્તારોમાં આયોજન મુજબ બાકી રહેતી તમામ સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરવામાં આવશે. વધુમાં આ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓની ૧૨૩૮ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જે માટે જોગવાઈ  રૂપિયા ૧૬ કરોડ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મુખ્યમંત્રી અમૃતમ(મા)યોજનામાં રાજ્યના. ૮૦ લાખ કરતા વધુ કુટુંબોને  રૂપિયા ૫ લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી લેવાયેલ છે. આ યોજના માટે જોગવાઈ  રૂપિયા ૧૫૫૬ કરોડ.  ૧૫મા નાણાંપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડોના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં `૩૩૪૧ કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટે જોગવાઇ  રૂપિયા ૬૨૯ કરોડ.  સીંગરવા(અમદાવાદ) અને ડીસા(બનાસકાંઠા)ની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે  રૂપિયા ૩૬ કરોડના આયોજન પૈકી જોગવાઇ  રૂપિયા ૮ કરોડ. વાપીમાં ૧૦૦ બેડની નવી સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે.   ઊંઝા સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.  આરોગ્ય સંસ્થાઓ ખાતે ટેલી- રેડીયોલોજી, ટેલી-આઇ.સી.યુ., ટેલી-મેડિસીન અને ટેલી-મેન્ટલ હેલ્થની સેવાઓ માટે જોગવાઇ  રૂપિયા ૨ કરોડ. એમ્‍બ્‍યુલન્‍સ સેવાઓનો વ્યાપ વધારવા નવી ૧૦૦ એમ્‍બ્‍યુલન્‍સ વાન અને ૧૦ મોબાઇલ સંજીવની વાન પૂરી પાડવા માટે જોગવાઇ  રૂપિયા ૨૨ કરોડ.

ટેલી-મેડિસીન કન્‍સલ્ટેશન  અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ  કલેક્શન યોજના માટે જોગવાઇ  રૂપિયા ૫ કરોડ. છોટા ઉદેપુર અને કચ્છ જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્રને ૨૪ x ૭ ચાલુ રાખી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા જોગવાઇ  રૂપિયા ૨ કરોડ. દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટર સાયકલ આધારિત ૫૦ મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરવા જોગવાઈ  રૂપિયા ૨ કરોડ.

નાગરિકોને ઉચ્ચકક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના માસ્ટરપ્લાન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે જોગવાઇ `૧૦૬ કરોડ. દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે એસ.એસ.જી. હોસ્પિટલનું આધુનિકીકરણ કરી તેમાં સ્પાઇન, કીડની અને આંખોના રોગોની ઘનિષ્ઠ સારવાર માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૩૦ કરોડ.   દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્‍ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે `૧૫૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૨૩ કરોડ.    સિવિલ હોસ્પિટલ,અમદાવાદમાં ૯૦૦ બેડની સુવિધા સાથે નવીનીકરણ માટે `૪૫૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૬૮ કરોડ. સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે `૧૫૦ કરોડનાં આયોજન પૈકી જોગવાઇ `૨૩ કરોડ. પાંચ સામુહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા `૧૦૦ કરોડના આયોજન પૈકી જોગવાઇ `૧૦ કરોડ. મેડિકલ કોલેજોનાં વિધાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે જોગવાઇ `૫૦ કરોડ. પીડીયુ હોસ્પિટલ,રાજકોટ ખાતે પ૦૦ પથારીની ક્ષમતા ધરાવતી મેટરનિટી અને ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે જોગવાઇ `૧૪ કરોડ. તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યોSurat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Embed widget