Gujarat Budget 2024: રાજ્યનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ, કોઇ નવા કરવેરા નહી
Gujarat Budget 2024: નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 3 લાખ 32 હજાર 465 કરોડનું રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું.
Gujarat Budget 2024: નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 3 લાખ 32 હજાર 465 કરોડનું રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. સરકારે લોકોને રાહત આપતા કોઇ નવા કરવેરા લગાવ્યા નહોતા. જૂના કરવેરાને યથાવત રાખવામાં આવ્યા છે.
5Gના સૂત્ર સાથે ગુજરાત 2047ના રોડમેપ સાથેનું બજેટ
રાજ્યનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 5Gના સૂત્ર સાથે ગુજરાત 2047ના રોડમેપ સાથેનું બજેટ રજૂ કરાયું હતું. મહિલાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરાઇ હતી. તે સિવાય શિક્ષણ માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતિ યોજનાની જાહેરાત કરાઇ હતી. સ્વચ્છતા અભિયાન માટે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની પણ જાહેરાત કરાઇ હતી.
સાત નગરપાલિકાઓ મહાનગરપાલિકા બનશે
બજેટમાં જાહેરાત કરાઇ હતી કે સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. નવસારી, મોરબી, ગાંધીધામ , વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મનપાનો દરજ્જો મળશે.
ગૃહ વિભાગ માટે કુલ `૧૦,૩૭૮ કરોડની જોગવાઇ
ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.
-શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
-પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે `૧૧૫ કરોડની જોગવાઇ.
-જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે `૯૪ કરોડની જોગવાઇ.
-શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે `૬૯ કરોડની જોગવાઇ.
-અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે `૫૭ કરોડની જોગવાઇ.
-આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે `૩૮ કરોડની જોગવાઇ.
-પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે `૩૦ કરોડની જોગવાઇ.
-SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર `૨૫ કરોડની જોગવાઇ.
-ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે `૧૮ કરોડની જોગવાઇ.
-ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા `૧૫ કરોડની જોગવાઇ.
જાણો ક્યા મંત્રાલયોને કેટલા રૂપિયાની કરાઇ ફાળવણી
-વન-પર્યાવરણ માટે 2586 કરોડની જોગવાઈ
-ક્લાઈમેટ ચેન્જ માટે 1163 કરોડની જોગવાઈ
-ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ
-કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઈ
-મહેસૂલ વિભાગ માટે 5195 કરોડની જોગવાઈ
-સામાન્ય વહિવટ વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ
-માહિતી-પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ
-કૃષિ,ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ
-ઉદ્યોગ-ખાણ વિભાગ માટે 9228 કરોડની જોગવાઈ
-પ્રવાસન, યાત્રાધામ, નાગરિક ઉડ્ડયન 2098 કરોડની જોગવાઈ
-પંચાયત,ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ માટે 12139 કરોડની જોગવાઈ
-ઉર્જા અને પેટ્રો કેમિકલ માટે 8424 કરોડની જોગવાઈ
-માર્ગ-મકાન માટે 22163 કરોડની જોગવાઈ
-જળસંપત્તિ માટે 11535 કરોડની જોગવાઈ
-પાણી-પૂરવઠા માટે 6242 કરોડની જોગવાઈ
-વિજ્ઞાન, પ્રાદ્યોગિકી માટે 2421 કરોડની જોગવાઈ
-શિક્ષણ વિભાગ માટે 55114 કરોડની જોગવાઈ
-આરોગ્ય, પરિવાર-કલ્યાણ માટે 20100 કરોડની જોગવાઈ
-મહિલા અને બાળ કલ્યાણ માટે 6885 કરોડની જોગવાઈ
-અન્ન-નાગરિક પૂરવઠા માટે 2711 કરોડની જોગવાઈ
-EBC શૈક્ષણિક ધિરાણ સહાય યોજના માટે 600 કરોડની જોગવાઈ
-આદિજાતિ વિકાસ માટે 4374 કરોડની જોગવાઈ
-શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 2659 કરોડની જોગવાઈ
-સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 6193 કરોડની જોગવાઈ
-ઈ-વ્હિકલની સબસિડી આપવા 218 કરોડની જોગવાઈ
-ગિફ્ટ સિટીનું 900માંથી 3300 એકરમાં વિસ્તરણ કરાશે
-ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે
-ગિફ્ટ સિટીમાં ફિન ટેક હબની સ્થાપના કરવામાં આવશે
-ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડ